- રેલવે તંત્ર દ્વારા ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ત્રણ વર્ષથી ચાલી રહી છે
- રેલવે ફાટક વાહનચાલકો માટે બંધ
- સરપંચ દ્વારા બ્રિજની કામગીરીમાં આવતી ટ્રકો અટકાવાઇ
વલસાડઃ શહેર નજીકમાં આવેલા ડુંગરી ગામે રેલવે તંત્ર દ્વારા ઓવર બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલી રહી છે. રેલવે ફાટક વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી લોકો ત્રાહિમામ થયા હતા સરપંચ દ્વારા બ્રિજની કામગીરીમાં આવતી ટ્રકો અટકાવી દેવામાં આવી હતી અને જ્યા સુધી રેલવે ફાટક ખોલવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
રેલવે ઓવરબ્રિજ કામગીરી 350 વર્ષથી છે શરૂ
વલસાડ નજીક આવેલા ડુંગરી ગામે રેલવે ઓવરબ્રિજને બનાવવાની કામગીરીને પગલે રેલવે તંત્રએ છેલ્લા સાડા ત્રણ વર્ષથી એલ,સી. ગેટ નંબર 102 ને બંધ કરી દીધો હતો. જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા આશરે 15 થી વધુ ગામના લોકોને અવર - જવર કરવા માટે ભારે મુશ્કેલીઓ પડતી હતી અને હાલ આ રેલવે ફાટક પરથી ટુ વિલર વાહનો કે, ભારે વાહનો અવર જવર કરી શકતા નથી. બ્રિજની કામગીરી પણ સંપૂર્ણ પણે બંધ હોવાથી આ વિસ્ત્તારના રહેવાશીઓમાં રેલવે તંત્ર માટે ભારે રોષ ફેલાયો હતો.