વાપી : વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરુણદેવની મહેર યથાવત જોવા મળી રહી છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં વ્યાપેલી દુષ્કાળની દહેશતને દૂર થઇ છે. વલસાડ જિલ્લામાં 30 ઓગસ્ટ સુધીમાં 1776 MM વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં 30મી ઓગસ્ટના સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામમાં 38 MM, કપરાડામાં 82 MM, ધરમપુરમાં 94 MM, પારડીમાં 41 MM, વલસાડમાં 83 MM અને વાપીમાં 46 MM વરસાદ નોંધાયા બાદ હજુ પણ સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
- ઉમરગામ - 81 ઇંચ
- કપરાડા - 73 ઇંચ
- ધરમપુર - 67 ઇંચ
- પારડી - 57 ઇંચ
- વલસાડ - 76 ઇંચ
- વાપી - 63 ઇંચ
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સતત મેઘમહેરથી તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમમાં પણ 26,098 ક્યૂસેક પાણીની નવી આવક થઈ રહી છે. જેના કારણે જળસપાટી 75.95 મીટરે સ્થિર રાખવા ડેમના 4 દરવાજા 1.30 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. જેના દ્વારા 25,813 ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઇએ કે, ભારે વરસાદના કારણે જિલ્લાના રોડ-રસ્તાઓ ધોવાયા છે. પરિણામે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.