વલસાડ : કોરોના જીવલેણ મહામારી દરમિયાન પોતાનું અને પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે હોસ્પિટલ કે દર્દીના ઘરની બહાર કે પછી રસ્તા ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ કોરોના સંક્રમિત બનતા અટક્યા નથી. ત્યારે પારડી પોલીસ મથકે પારડી આરોગ્ય વિભાગની ટીમના શ્રેયાંશ પટેલ તેમની ટીમ સાથે પારડી પોલીસ મથકે આવી પોલીસ મથકે ફરજ બજાવતા સિનિયર PSI એસ બી ઝાલા, PSI જે.એચ રાજપુત સહિત 44 થી વધુ પોલીસ કર્મીઓના રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા.
વલસાડના પારડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવાયા - policemen of Pardi police
કોરોનાની મહામારી દરમિયાન પોતાનું અને પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ કોરોના સંક્રમિત બનતા અટક્યા નથી. પારડી પોલીસ મથકે પારડી પોલીસ સ્ટેશનના 44 પોલીસ કર્મીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ 44 પોલીસ કર્મીઓના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે હાશકારો અનુભવ્યો છે.
આ સાથે વલસાડના DYSP એમ.એમ ચાવડા પણ પારડી પોલીસ મથકે મુલાકાતે આવ્યા હોવાથી તેમણે પણ રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. પારડી પોલીસ મથકે ફરજ બજાવતા 44 કર્મીઓના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય તંત્ર સાથે પારડી પોલીસ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
મહત્વનું છે કે, હાલ વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કલેકટર આર રાવલની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં વિવિધ વિસ્તારમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેને લઇને જિલ્લામાં વસવાટ કરતાં દરેક નાગરિકો કોરોના માટે પોતાનો ટેસ્ટ કરાવવા આગળ આવી શકે છે, અને નિયત કરેલી જગ્યા ઉપરથી આરોગ્ય વિભાગની ટીમ પાસે પોતાનો ટેસ્ટ કરાવી શકે છે.