ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડઃ ધરમપુરના પૂર્વ પટ્ટીના 25 ગામોમાં ભર ચોમાસે પાણીની સમસ્યા, જુઓ વિશેષ અહેવાલ

આમ તો ધરમપુર અને કપરાડાને દક્ષિણ ગુજરાતમાં ચેરાપુંજી માનવામાં આવે છે. અહીં 150 ઇંચ કરતા પણ વધુ વરસાદ ચોમાસામાં વરસે છે, પરંતુ 2020નું વર્ષ ધરમપુરના પૂર્વીય પટ્ટીમાં આવેલ 25 ગામોના રહીશ માટે ખૂબ જ મુશ્કેલી લઈને આવ્યું છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. વરસાદ પડવા છતાં જ્યાં જુલાઈ માસમાં નદી નાળાં છલકાઈ જતા હતા, ત્યાં લોકોની ખેતી બરબાદીને આરે છે. આખું વર્ષ ડાંગરના પાક ઉપર નભતા ખેડૂતોનો પાક પાણી વિના સુકાઈ ગયો છે. સરકાર પાસે તેઓ વળતરની માંગ કરી રહ્યાં છે.

dharampur
dharampur

By

Published : Jul 21, 2020, 10:30 AM IST

વલસાડ: ધરમપુર અને કપરાડાને દક્ષિણ ગુજરાતમાં ચેરાપુંજી પાણીની વિકટ પરિસ્થતિ સર્જાય છે. જિલ્લાના ધરમપુર તાલુકાના પૂર્વ પટ્ટીમાં આવેલ 25 ગામોમાં જૂન માસમાં પીવાનું પાણી આપવા પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કર્સ આવતા હતા, પરંતુ જૂન માસમાં વરસાદ શરૂ થતાં તે બંધ થયા હતા. હવે વરસાદ પણ વ્યાપક પ્રમાણમાં ન થતા પૂર્વ વિસ્તારના જે ખેડૂતો બે મુખ્ય નદી તાન અને માન ઉપર નભે છે. જેમાં જુલાઈ 10 સુધીમાં નવા નીરનો સંચાર થતો હતો, પણ વ્યાપક વરસાદ નહીં આવતા બંને નદીઓમાં માત્ર પથ્થરો રહ્યાં જ છે.

જૂન માસમાં વરસાદ આવતા મોટા ભાગે ડાંગરની ખેતી કરતા ખેડૂતોએ ખેતરમાં વાવણી શરુ કરી દીધી છે, પરંતુ ડાંગર એક ફૂટ જેટલું થયા બાદ તેની ફેર રોપની કરાય છે. જેના માટે ખેતર પાણીથી છલોછલ જોઈએ, પરંતુ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

એક તરફ વરસાદ વેરી બન્યો છે અને નદીના જળ સુકાઈ ગયા છે. આખરે ખેડૂત જાય તો જાય ક્યાં? આવી સ્થિતિ વચ્ચે નદીના જળ સુકાઈ ગયા છે. હેન્ડપંપના જળનું સ્તર પણ ભૂગર્ભમાં ઉતરી જતા પીવાના પાણીની પણ અનેક ગામોમાં ગંભીર સ્થિતિ ઉદભવી છે. મહિલાઓને પાણી ભરવા માટે હેન્ડપંપ ઉપર કલાકો બેસી રહેવું પડે છે. હેન્ડપંપમાં એક બેડું પાણી ભર્યા બાદ પાણી ખૂટી જાય છે. જે બાદ એક કલાક બાદ ફરી શરૂ થાય છે.

ધરમપુરના પૂર્વ પટ્ટીના 25 ગામોમાં ભર ચોમાસે પાણીની સમસ્યા, જુઓ વિશેષ અહેવાલ
  • દક્ષિણ ગુજરાતના ચેરાપુંજીમાં પાણીની તંગી
  • વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
  • પાણીની તંગીથી 25 ગામોની સ્થિતિ ખૂબ વિકટ બની
  • ગામોમાં મહિલાઓ દોઢ કિમી ચાલીને પાણી ભરવા મજબૂર

ધરમપુરના વણખાસ, બીલધા, માલવેરી જેવા ગામોમાં મહિલાઓને દોઢ કિમી ચાલીને પાણી ભરવા જવું પડે છે. માત્ર પોતાના પરિવાર માટે જ નહીં પશુધન માટે પણ મહિલાઓ પાણીના બેડાં માથે મૂકીને લાવે છે. આમ 25 ગામોની સ્થિતિ ખૂબ વિકટ બની રહી છે. આવધા, રાજપુરી, હનુમંતમાળ, ગનવા, મનાઈચોંઢી, આંબોસી, ભવથાણ, શિશુમાળ, પાંડવખડક, જામલિયા, સોનઘડ, મૂડધડ, મામાભાચા, કોસીમપાડ, વકોડા, પોપડધરા, ગળી, વણખાસ, બીલધા, માલવેરી, મોરદહાડ, પીપલપાડા, તણસિયા સાજનીબરડા, જાગીરી, નડગધરી, ચાસમાડવા, બોપી, હથનબારી, ખામધાડ, ભવાડા, ખાંડા, આંબા તલાટ જેવા ગામોમાં સ્થાનિકોની સ્થિતી વિકટ બની છે. અહીંના લોકો દ્વારા રાજકીય આગેવાનો અને વહીવટી તંત્ર ને વૈકલ્પિક વ્યવસ્થા માટે મૌખિક રજુઆત કરી છે. લોકોના પેટનું પાણી હલતું નથી. હજુ 15 દિવસ વરસાદ ખેંચાય તો પીવાના પાણીની સ્થિતિ વધુ વિકટ બનશે.

ABOUT THE AUTHOR

...view details