વલસાડઃ 17 ફેબ્રુઆરી, સોમવારના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંઘપ્રદેશ દમણની મુલાકાતે આવ્યા હતા. જેના માટે આ કાર્યક્રમમાં લોકોને લાવવા અને લઈ જવા માટે ગુજરાત એસટી નિગમની બસ મંગાવવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ડિવિઝનમાંથી 300 જેટલી એસ.ટી બસ આ કાર્યક્રમ માટે મંગાવવામાં આવી હતી અને આ બસ દાદરા અને નગર હવેલીથી લોકોને દમણ સુધી લઈ ગઈ હતી.
રાષ્ટ્રપતિના કાર્યક્રમ માટે 300 જેટલી એસ.ટી. બસ ફાળવાતા મુસાફરો પરેશાન - ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 17 ફેબ્રુઆરીના રોજ દમણ-દીવ અને દાદરાનગર હવેલીની મુલાકાત લીધી હતી. જેને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતના ડિવિઝનમાંથી 300 જેટલી એસટી બસ આ કાર્યક્રમ માટે મંગાવી હતી. જેના કારણે જે તે એસ.ટી.ડેપોના શિડ્યુલ ખોરવાયા જતા મુસાફરોને મુશ્કેલીમાં વધારો થયો હતો.
વલસાડઃ 1
મહત્વની વાત છે કે, લોકોને લઈ જવા માટે 300 જેટલી બસો મંગાવવામાં આવી હતી. એક સાથે ડેપોમાંથી દોઢસો જેટલી બસો મંગાવવામાં આવતા વલસાડ એસ.ટી ડેપોના શિડ્યુલ ખોરવાયા હતા. લોકલ લેવલે દોડતા 30 જેટલા શિડ્યુલ ગઈકાલે કેન્સલ થઈ જતા અનેક મુસાફરોને મુશ્કેલીમાં મૂકાયા હતા. ૩૦ જેટલા રૂટ રદ થતા વલસાડ ડેપોને 20થી 25 હજાર રૂપિયાની ખોટ થઇ હતી. તો સાથે-સાથે ધરમપુર ડેપો, વાપી ડેપો, બીલીમોરા ડેપો તેવા અનેક નાના-મોટા ડેપોની બસો પણ આ કાર્યક્રમમાં મોકલવામાં આવી હતી.