ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા વલસાડ તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું - gujarat upcoming elections updates

આગામી 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વલસાડ જિલ્લામાં ભાજપ, કૉંગ્રેસ સહિતનાં પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી જાહેર થતા જ બંને પક્ષોના કાર્યકર્તાઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા વલસાડ તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા વલસાડ તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું

By

Published : Jan 25, 2021, 1:52 PM IST

  • એકમાત્ર ધરમપુર તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે
  • વાપી, વલસાડ, પારડી, ઉમરગામ તેમજ કપરાડા ભાજપ પાસે
  • ચૂંટણીમાં જીતવા માટે બંને પક્ષો દ્વારા ધમધમાટ શરૂ

વલસાડ:આગામી 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વલસાડ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. વલસાડ જિલ્લામાં હાલ 6 તાલુકા પંચાયત પૈકી માત્ર ધરમપુર તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે છે. જ્યારે અન્ય 5 તાલુકામાં ભાજપનો કબજો છે. તો ચૂંટણી જાહેર થતા જ બંને પક્ષોના કાર્યકર્તાઓ ચૂંટણી પૂર્વેની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે.


વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પર 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે ચૂંટણી

શનિવારનાં રોજ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતા આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. ત્યારે બંને પક્ષો દ્વારા ચૂંટણીમાં બધી બેઠકો પોતાના પક્ષને ફાળે આવે તે હેતુથી કામગીરી શરૂ કરી દેવાઈ છે. વલસાડ જિલ્લા પંચાયતમાં કુલ 38 બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાનાર છે. ત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે પણ અનેક ઉમેદવારો ઉત્સાહિત છે. હાલ જિલ્લા પંચાયત ઉપર ભાજપ નો કબજો છે.

  • વર્તમાન તાલુકા પાંચયતની બેઠકો પર નજર
તાલુકા પંચાયતકુલ બેઠકોભાજપકૉંગ્રેસઅપક્ષ
વલસાડ 32 18 10 4
ધરમપુર 24 10 14 0
કપરાડા 30 17 13 0
પારડી 22 12 10 0
વાપી 20 18 02 0
ઉમરગામ 30 14 16 0

ABOUT THE AUTHOR

...view details