ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad Rain update: ધરમપુરના ઢાંકવડ- નાંદગામને જોડતો પાર નદીનો પુલ આ વર્ષે સતત બીજી વાર ધોવાઈ ગયો

વલસાડ જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ચોમાસા દરમિયાન નીંચાણવાળા અનેક બ્રિજ (Bridge) ઉપરથી વરસાદી પાણી ફરી વળતાં નદીઓ પર બનેલા નીચાણવાળા બ્રિજ (Bridge) ડૂબી જતા હોય છે અને નદીનું પાણી પુષ્કળ પ્રમાણમાં આવવાને કારણે બ્રીજની બન્ને તરફ ધોવાણ થાય છે. જેના કારણે બ્રિજની બન્ને તરફ આવેલા ગામોના સંપર્ક પણ તૂટી જતા હોય છે. ગત વર્ષે પણ ધરમપુરમાં આવેલા નાંદગામ અને ઢાંકવડ ગામ વચ્ચેથી વહેતી પાનમ નદી પર બનેલો બ્રિજ આ વર્ષે સતત બીજી વખત ધોવાઇ ગયો છે. જેના કારણે બ્રિજની બન્ને તરફ આવેલા 20 થી વધુ ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વરસાદ સારો થતાં જ કેટલાક લોકો દ્વારા આ બ્રિજ ઉપર માટી નાખી ફરીથી દુરસ્ત કરવાનો નિરર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે.

Latest news of Valsad
Latest news of Valsad

By

Published : Jul 29, 2021, 6:50 PM IST

  • ધરમપુરના નાંદગામ અને ઢાંકવડ વચ્ચે પાર નદી પર બનેલો બ્રિજ આ વર્ષે પણ ધોવાઇ ગયો
  • બ્રિજની એક તરફના ભાગમાં 8 થી 10 ફૂટ જેટલો ખાડો પડી ગયો છે
  • મોટા વાહનો તો ઠીક બાઈક ચાલકનું પણ અહીંથી પસાર થવું કપરું બન્યું
  • બ્રિજને ફરીથી દુરસ્ત કરવાનો નિરર્થક પ્રયાસ કરવામાં આવ્યો

વલસાડ: જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં આવાગમન માટે લોકોને આસાનીથી બની રહે તે માટે વિવિધ નદીઓ ઉપર ચેકડેમ (Checkdam) કમ કોઝવે (Causeway) બનાવવામાં આવ્યા છે. જેથી કરીને ચોમાસા દરમિયાન પણ લોકોને અવાગમન માટે કોઈ મુશ્કેલી ન પડે પરંતુ ચોમાસા દરમિયાન નીચાણવાળા બનેલા આ ચેકડેમ કમ કોઝવે ઉપરથી વરસાદી પાણી ફરી વળતા આ તમામ ચેકડેમ કમ કોઝવે ડૂબી જતા હોય છે અને વધુ વરસાદમાં નદીઓમાં આવેલા પૂરના કારણે સતત બબ્બે ત્રણ-ત્રણ દિવસ સુધી આ નાના મોટા બ્રિજ (Bridge) ડૂબેલા રહે છે. વધુ વરસાદ વરસાદને લઈને નદીમાં આવેલા પૂરના કારણે ક્યારેક બ્રિજ (Bridge) પણ ધોવાઇ જતા હોય છે. આવી જ ઘટના સતત બીજા વર્ષે બની છે. ધરમપુર (Dharampur) તાલુકાના ઢાકવડ અને નાંદગામ વચ્ચે પાર નદીના બ્રિજ ઉપરથી વરસાદી પાણી (rain water) ફરી વળવાને કારણે બ્રિજ (Bridge) ની બન્ને તરફના છેડાઓ ધોવાઈ ગયા છે અને 8 થી 10 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે. જેના કારણે રાહદારીઓ જીવના જોખમે અવાગમન કરે છે જ્યારે બાઈક ચાલકો તો જઈ શકતા જ નથી.

ધરમપુરના ઢાંકવડ- નાંદગામને જોડતો પાર નદીનો પુલ આ વર્ષે સતત બીજી વાર ધોવાઈ ગયો

આ પણ વાંચો: Botad Rain Update: ખાભડા ડેમ ઓવરફ્લો થતા તૂટ્યો ગામનો પુલ

બાઇક ઊંચકીને બ્રિજ ઉપરથી લાવવાની ફરજ પડી રહી છે

નાંદગામ અને ઢાંક વચ્ચેથી વહેતી પાર નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ (Checkdam) કમ કોઝવે (Causeway) તથા બીજા વર્ષે પણ ધોવાઇ ગયો છે. જેના કારણે લોકોને અવાગમન માટે મુશ્કેલી પડી રહી છે. રાહદારીઓ તો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થતાં જ હોય છે પરંતુ જો મજબૂરીવશ બાઈક ઉતારવાનો વારો આવે તો લોકોને લોખંડના ચણા ચાવવા પડે છે. બાઇક ઊંચકીને બ્રિજ ઉપરથી લાવવાની ફરજ પડી રહી છે અને આ દ્રશ્ય Etv Bharat ના કેમેરામાં કેદ થયા છે. લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ ચૂંટણીટાણે મત લેવા આવતા નેતાઓ ચૂંટણી ગયા પછી ફરીથી આ વિસ્તારમાં દ્રશ્યમાન થતા નથી.

ધરમપુરના ઢાંકવડ- નાંદગામને જોડતો પાર નદીનો પુલ આ વર્ષે સતત બીજી વાર ધોવાઈ ગયો

આ પણ વાંચો: નવસારીના ખેરગામના નાંધઇ નજીક ઔરંગા નદી પર આવેલો ગરગડીયા પુલ પાણીમાં ડૂબ્યો

પાર નદીના બ્રીજની બન્ને તરફ 20 થી વધુ ગામો આવેલા છે અને લોકો રોજીંદા આ બ્રિજનો ઉપયોગ કરે છે

નાંદગામ અને ઢાંકવડ ગામની વચ્ચેથી વહેતી પાર નદીની બન્ને તરફ 20 થી વધુ ગામો આવેલા છે અને બન્ને ગામોના લોકો અવાગમન માટે આ એકમાત્ર બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. મુખ્ય માર્ગ હોવાને કારણે લોકોને મજબૂરીવશ પણ આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. જેના કારણે દર ચોમાસે તેઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બ્રિજની ઊંચાઈ વધારવા માટે દર વર્ષે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આ તમામ રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરી રહી છે.

ધરમપુરના ઢાંકવડ- નાંદગામને જોડતો પાર નદીનો પુલ આ વર્ષે સતત બીજી વાર ધોવાઈ ગયો

ધોવાઈ ગયેલા બ્રિજના છેડે કોન્ટ્રાક્ટર દ્વારા નજીકમાંથી માટી ઉચકીને ભરી દેવામાં આવી

પાર નદીના બ્રિજ ઉપર ધોળા થવાની સાથે લોકોને પડતી હાલાકીને લઇને કરવામાં આવેલી રજૂઆતો બાદ બ્રિજના છેડે જે સ્થળ ઉપર ધોવાણ થયું હતું અને ઊંડા ખાડા પડ્યા હતા તે સ્થળે JCB મશીનનો ઉપયોગ કરી કોન્ટ્રાક્ટર દ્વારા નદીની નજીકમાં જ આવેલા એક જગ્યા ઉપરથી માટી અને પથ્થરો ઉચકીને બ્રિજના ધોવાણ થયેલ આ છેડે ભરી દેવામાં આવ્યા છે. જોકે આ એક નિરર્થક પ્રયાસ છે. કારણ કે, હજુ પણ ચોમાસાની સીઝન ચાલી રહી છે અને જો વધુ વરસાદ આવે અને નદીનું પાણી ફરીથી બ્રિજ ઉપરથી વહી જાય તો ફરીથી પરિસ્થિતિ "જૈસે થે " જેવી બની રહે એમ છે. દર વર્ષે બનતી આ સમસ્યાનું જડમૂળથી નિવારણ થાય અને બ્રિજની બન્ને તરફ ધોવાણ અટકે તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે એવી સ્થાનિકો માગ ઉઠી રહી છે. 20 થી વધુ ગામોના લોકો સતત બીજા વર્ષે પણ ચોમાસા દરમિયાન મુશ્કેલી ભોગવી રહ્યા છે. જોકે આ બ્રિજની ઊંચાઇ વધારવામાં આવે અને દર વર્ષે થતું ધોવાણ અટકે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માગ ઉઠી રહી છે.

ધરમપુરના ઢાંકવડ- નાંદગામને જોડતો પાર નદીનો પુલ આ વર્ષે સતત બીજી વાર ધોવાઈ ગયો

ABOUT THE AUTHOR

...view details