- 45 એકરમાં કંપનીઓના શેડ ઉભા કરી કરોડો કમાતા કંપની સંચાલકો
- પંચાયતે કંપની સંચાલકો અને બિલ્ડરને નોટિસ પાઠવી
- ગામ લોકોને રોજગારી આપવાને બદલે બેરોજગારી તરફ ધકેલે છે કંપની
વલસાડ : જિલ્લાના નંદીગ્રામ ગામમાં વિકાસના નામે 45 એકરમાં કંપનીઓના શેડ ઉભા કરી કરોડો કમાતા કંપની સંચાલકે ગામના વિકાસમાં જ રોડા નાખ્યા છે. કંપનીમાં સ્થાનિકોને નોકરી નહીં આપતા, પંચાયત પાસેથી જરૂરી બાંધકામની પરવાનગી નહીં મેળવતા, પંચાયતોની નોટિસના જવાબ નહી આપતા, આ અંગે વલસાડ કલેકટર સહિત સરકારી વિભાગમાં રજૂઆત સાથે કંપની સંચાલક સામે ગામમાં વિરોધનો સૂર ઉઠયો છે.
વલસાડના નંદીગ્રામમાં માથાભારે બિલ્ડર અને કંપની સંચાલક કંપનીઓના શેડ ઉભા કરી કમાઇ છે કરોડો પંચાયતે કંપની સંચાલકો અને બિલ્ડરને નોટિસ પાઠવી
દેશના વડાપ્રધાન ગામમાં કંપનીઓ આવવાથી વિકાસ થવાના બણગા ફૂંકે છે. ત્યારે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં મુંબઈના ઓમકાર બિલ્ડરના માલિક બાબુલાલ વર્મા, અરુણા બાબુલાલ વર્મા અને ગૌરવ બાબુલાલ વર્મા ગામના વિકાસને રૂંધી સ્થાનિકોને નોકરી ન આપવી, પંચાયતની પરવાનગી વિના બાંધકામ કરી દેવું, કુદરતી વહેણને અવરોધી ગ્રામજનોની માલ મિલકતને નુકસાન પહોંચાડવા જેવી ગંભીર બેદરકારી દાખવી છે. એ અંગે પંચાયતે કંપની સંચાલકો અને બિલ્ડરને નોટિસ પાઠવી છે. સંચાલક આ નોટિસને પણ ઘોળીને પી ગયો હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય અને મહિલા સરપંચના પતિ સંતોષ રાબડે કરી છે.
વલસાડના નંદીગ્રામમાં માથાભારે બિલ્ડર અને કંપની સંચાલક કંપનીઓના શેડ ઉભા કરી કમાઇ છે કરોડો બીજી કંપનીઓને ભાડે આપવા ચાલી રહ્યું છે બાંધકામ નંદીગ્રામમાં 45 એકરમાં પથરાયેલ કંપનીમાં ખાસ પ્રકારના શેડ બનાવી તેને અન્ય કંપનીઓને ભાડે આપ્યા છે. તેમજ બીજી કંપનીઓને ભાડે આપવા બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં બાંધકામની નંદીગ્રામ પંચાયતમાંથી કોઈ જ આકારણી લીધી નથી. આ અંગે પંચાયતે ત્રણવખત નોટિસ આપી છે, પરંતુ માથાભારે કંપની સંચાલક નોટિસનો પણ કોઈ જવાબ આપતો ન હોય એ અંગે પંચાયતે વલસાડ કલેકટર, વલસાડ DDO, TDO અને મામલતદારને પણ લેખિત રજૂઆત કરી છે. કંપની સંચાલક અને બિલ્ડર સ્થાનિક લોકોને નોકરી આપવાના સરકારના નિયમોને પણ ઘોળીને પી ગયા છે. કંપનીમાં બહારથી કામદારો રાખવામાં આવ્યા છે, પરંતુ ગામના સ્થાનિક લોકોને કામ આપવામાં આવતું નથી. જે અંગે પણ પંચાયતે અનેક વખત રજુઆત કરી છે. હાલમાં પણ બાંધકામના સાધનિક પુરાવા જમા કરવા નોટિસ આપી છે. તેનો ઉકેલ કે જવાબ મળ્યો નથી. વધુમાં આ કંપની કુદરતી વહેણ જ બનાવી હોય ચોમાસામાં પાણી અવરોધતા ગામના કેટલાંક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જે વખતે જાનમાલની નુકસાની આપવાની વાત કરીને પણ સંચાલક ફરી ગયા છે.
વલસાડના નંદીગ્રામમાં માથાભારે બિલ્ડર અને કંપની સંચાલક કંપનીઓના શેડ ઉભા કરી કમાઇ છે કરોડો કંપની સંચાલકોને કારણે ગામમાં કંપની સામે વિરોધનો સૂર ઉઠયો આ અંગે ગામ લોકોનું કહેવું છે કે, વડાપ્રધાન મોદીના વિચારને પ્રાધાન્ય આપી ગામમાં કંપની સ્થાપવાની પરવાનગી આપી પરંતુ જો કંપનીઓ ગામના વિકાસમાં યોગદાન જ આપી શકતી ન હોય તો આવી કંપનીઓથી કઈ રીતે ગામ લોકોનો વિકાસ થશે. ટૂંકમાં માથાભારે કંપની સંચાલકોને કારણે ગામમાં કંપની સામે વિરોધનો સૂર ઉઠયો છે. સંચાલક સામે સરકારનો પનો પણ ટૂંકો પડી રહ્યો છે. ત્યારે પ્રધાનોના ભ્રષ્ટાચારના પાપે ઉભી થયેલી કંપની ગામ લોકોને રોજગારી આપવાને બદલે બેરોજગારી તરફ ધકેલી રહી છે.