ગુજરાત

gujarat

ETV Bharat / state

ડિસ્કવર ઇન્ડિયા : લવાછા મેળો, ગુજરાતનો એકમાત્ર એવો મેળો જે વાપી સેલવાસનાં મુખ્ય માર્ગ પર ભરાઇ છે, તે પણ પાંચ દિવસ - વાપી

સૌરાષ્ટ્રમાં જેમ શ્રાવણ મહિનો એટલે મેળાનો મહિનો! તેમ દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં દાદરા નગર હવેલીમાં ફાગણ મહિનો તે મેળાનો મહિનો ગણાય છે. તેમાં પણ દાદરા નગર હવેલીમાં વસેલા ગુજરાતના લવાછા ગામ ખાતે મુખ્ય માર્ગની બંને તરફ ભરાતો પાંચ દિવસીય મેળો આ વિસ્તારના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. હોળી-ધૂળેટી પર્વ પર ભરાતા આ મેળામાં દરરોજ એક લાખ લોકો વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી ચગડોળમાં બેસી આનંદ સાથે ખાણી-પીણીની જ્યાફત માણે છે.

ડિસ્કવર ઇન્ડિયા : લવાછા મેળો, ગુજરાતનો એકમાત્ર એવો મેળો જે વાપી સેલવાસનાં મુખ્ય માર્ગ પર ભરાઇ છે, તે પણ પાંચ દિવસ
ડિસ્કવર ઇન્ડિયા : લવાછા મેળો, ગુજરાતનો એકમાત્ર એવો મેળો જે વાપી સેલવાસનાં મુખ્ય માર્ગ પર ભરાઇ છે, તે પણ પાંચ દિવસ

By

Published : Mar 12, 2020, 2:21 AM IST

સેલવાસ : દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશ સેલવાસના આદિવાસી પટ્ટામાં હોળી ધુળેટીના પર્વનું અનેરૂ મહત્વ છે. ખેતીના કામમાંથી ફુરસદ મેળવી આદિવાસી સમાજ મેળાને મહાલવાનું અચૂક પસંદ કરે છે. તે માટે વર્ષોથી લવાછા ખાતે પાંચ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક આદિવાસીઓ ઉપરાંત દેશભરમાંથી આવતા વેપારીઓને રોજગારી મળે છે. આ મેળો દર વર્ષે વલસાડ અને સંઘ પ્રદેશના લોકો માટે પાંચ દિવસીય મહોત્સવ બની જાય છે.

ડિસ્કવર ઇન્ડિયા : લવાછા મેળો, ગુજરાતનો એકમાત્ર એવો મેળો જે વાપી સેલવાસનાં મુખ્ય માર્ગ પર ભરાઇ છે, તે પણ પાંચ દિવસ
વાપીના છેવાડે અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની હદમાં ગુજરાતના વલસાડના લવાછા ગામ ખાતેના મેળામાં રમકડા, ઘર વપરાશની ચીજવસ્તુઓ, મહિલાઓના સાજ-શણગાર સહિત સ્ત્રી પુરુષો માટેના કપડા, બુટ-ચંપલ, ચશ્મા સહિતની અનેક વેરાયટીના સ્ટોલ લાગ્યા છે. તો સાથે સાથે ગોળ ગોળ ફરતી ચકડોળ, ડ્રેગન ટ્રેન, બ્રેક ડાન્સ, જુમ્બા જુમ્બા, મોતનો કૂવો અને સર્કસના ખેલ જોઇ લોકો મેળાનો આનંદ માણી રહ્યા છે.આ મેળાની ખાસિયત એ છે કે, આ મેળો વાપી સેલવાસ માર્ગની બંને બાજુ માર્ગ પર ભરાય છે. જેમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ અને સંઘપ્રદેશ પોલીસ દ્વારા પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તે સાથે સીસીટીવી પણ લગાડવામાં આવ્યા છે. મેળામાં વાપી વલસાડ જિલ્લા સહિત પડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાંથી રોજના એક લાખ લોકો ઉમટી પડે છે.ઉલ્લેખનીય છે કે, લવાછામાં વર્ષોથી આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમો આ મેળો ભરાઇ છે. જેમાં સ્થાનિક આદિવાસી સહિત આસપાસના વિસ્તારના લોકો પણ મેળાની મોજ માણવા ઉમટી પડે છે. મેળામાં લાગેલા ચકડોળ, સર્કસ અને ખાણીપીણીના સ્ટોલ સહિતના આકર્ષણોને મનભરીને પરિવાર સાથે માણે છે. પાંચ દિવસ સુધી ચાલતો આ લોકમેળો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે છે. હોળીના દિવસથી શરૂ થતા આ પાંચ દિવસીય મેળામાં હવે આદિવાસીઓની સાથે સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં મેળાની મોજ માણે છે.

ABOUT THE AUTHOR

...view details