ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં કોરોનાનો આંકડો 1100ને પાર, આરોગ્ય વિભાગ દ્વારા એન્ટીજન રેપિડ ટેસ્ટનું આયોજન

વલસાડ જિલ્લામાં કોરોનાનો આંકડો 1164 ઉપર પહોંચી ગયો છે. ત્યારે કરોનાના આ ધીમી ગતિના વધારાને રોકવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ એન્ટીજન રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મહિલા વેપારીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

વલસાડમાં કોરોનાનો આંકડો 1100ને પાર, આરોગ્ય વિભાગ દ્વારા એન્ટીજન રેસનું કરાયું આયોજન
વલસાડમાં કોરોનાનો આંકડો 1100ને પાર, આરોગ્ય વિભાગ દ્વારા એન્ટીજન રેસનું કરાયું આયોજન

By

Published : Oct 6, 2020, 10:53 AM IST

વલસાડઃ જિલ્લામાં કોરોનાનો આંકડો 1164 ઉપર પહોંચી ગયો છે. જેને અટકાવવા માટે સંક્રમણ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સક્રિય છે. હાલમાં કોરોનાના લક્ષણ વાળા લોકોને શોધી કાઢવા માટે વહીવટી તંત્ર દ્વારા 35 જેટલા ધનવંતરી રથનું દ્વારા પારડી નગરમાં આવેલા શાકભાજી માર્કેટમાં શાકભાજીના વેચાણ અર્થે આવતા વેપારીઓ અને પાથરણા વાળાઓ માટે વિશેષ એન્ટીજન રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મહિલા વેપારીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

વલસાડમાં કોરોનાનો આંકડો 1100ને પાર, આરોગ્ય વિભાગ દ્વારા એન્ટીજન રેસનું કરાયું આયોજન
વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે આરોગ્ય વિભાગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેમના દ્વારા 35 જેટલાં ધનવંતરી રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને કોરોનાના એન્ટીજન રેપિડ ટેસ્ટ કરી રહ્યા છે. જેથી કરીને કોરોનાના લક્ષણ ધરાવતા રોગીને પારખી શકાય અને તેઓને તાત્કાલિક સારવાર આપી શકાય તે મહત્વનું છે. આરોગ્ય વિભાગ પારડીની ટીમ દ્વારા ધનવંતરી રથના કર્મચારીઓ દ્વારા શાકભાજી માર્કેટમાં આવેલા બાબા રામદેવ મંદિરના પરિસરમાં એન્ટીજન રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 50થી વધુ લોકોએ પોતાનો રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ હોવાના લક્ષણો જણાતાં તેને તાત્કાલિક સારવાર માટે ભલામણ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં ફરી રહેલા 35 જેટલા ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 10,4,529 જેટલા ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે 39,8538 જેટલી વસ્તીનો કોરોના અંગે સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે આ સર્વે દરમિયાન 1,866 જેટલા કોરોનાના લક્ષણ વાળા દર્દીઓને શોધી કાઢવામાં સફળતા મળી છે અને તેઓને સારવાર માટેની ભલામણ કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 15,139 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 1,164 જેટલા પોઝિટિવ આવ્યા છે. જ્યારે 13, 975 નેગેટિવ આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details