વલસાડ જિલ્લાના મરલા ગામે ખેરના લાકડાનો જથ્થો ભરીને ટેમ્પોમાં લઇ જવામાં આવ્યો હોવાની બાતમી ઉત્તર વનવિભાગને મળતા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ પેટ્રોલિંગ દરમિયાન ટેમ્પોમાં લઇ જવામાં આવતા 8 ટન જેટલા છોલેલા ખેરના લાકડામાં 449 નંગ જેની કિંમત અંદાજીત રૂપિયા 3 લાખના મુદ્દામાલને ઝડપી પાડયા હતા. આ જથ્થો ટેમ્પોમાં કેળાના પાનની આડમાં લઈ જવાતો હતો. જંગલ ખાતાના અધિકારીને જાણ થતા ટેમ્પો ચાલક અને અન્ય મજૂરો ટેમ્પો મૂકીને ભાગી ગયા હતા. હાલ જંગલ વિભાગે ટેમ્પો સહિત 7 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે.
વલસાડમાં વન વિભાગે 3 લાખના ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો - valsad updates
વલસાડ: જિલ્લાના ઉત્તર વનવિભાગે વલસાડ નજીક આવેલા મરલા ગામથી કેળાના પાનની આડમાં ભરીને લઇ જવાતા છોલેલા ખેરના લાકડાનો અંદાજીત રૂપિયા ત્રણ લાખનો જથ્થો ઝડપી પાડયો છે. જંગલખાતાના અધિકારીઓને જોઈને ખેરની તસ્કરી કરનારાઓ ટેમ્પો મૂકીને ફરાર થઇ ગયા હતા. વન વિભાગે ટેમ્પો કબજે કરી ગુનો નોધી તસ્કરો બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડઃ
વલસાડ ઉત્તર વન વિભાગના ડી.એફ.ઓ.ડો. બી.સુચિન્દ્રાએ જણાવ્યું કે, ભુતકાળમાં પણ આવી ઘટના બની હતી, જેમાં સંડોવાયેલા અન્ય કોઈ એમાં સામેલ છે કે, કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે.