ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ નગર પાલિકાના નવા પ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો

વલસાડ જિલ્લામાં હાલમાં જ આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે ચૂંટાયેલા નવા પાલિકા પ્રમુખ કિન્નરી પટેલે શનિવારના રોજ વિધિવત રીતે વલસાડ પાલિકા પ્રમુખ તરીકેનો ચાર્જ સાંભળ્યો છે અને તેમણે વલસાડના પ્રાથમિક પ્રશ્નોને તાત્કાલિક ધોરણે સમાધાન કરવા માટેની ખાતરી આપી છે.

વલસાડ નગર પાલિકાના નવા પ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો
વલસાડ નગર પાલિકાના નવા પ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો

By

Published : Aug 29, 2020, 7:20 PM IST

વલસાડઃ જિલ્લામાં આવેલી નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઇ હતી. જેમાં પાલિકા પ્રમુખ તરીકે કિન્નરીબેન પટેલે વિજય મેળવ્યો હતો. ભાજપની બહુમતિને કારણે સર્વાનુમતે થયેલી વરણી બાદ તેમને વિજય જાહેર કરવામાં આવ્યા હતા. આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે નવા પ્રમુખ તરીકે કિન્નરીબેન પટેલની વરણી કરવામાં આવી હતી. તો બીજી તરફ ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ ભંડારીની વરણી કરાઈ હતી.

વલસાડ નગર પાલિકાના નવા પાલિકા પ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો

ભારતીય જનતા પાર્ટીના આ બંને પ્રમુખ ઉપપ્રમુખે વલસાડ પાલિકામાં વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા પ્રમુખ કિન્નરીબેન પટેલે જણાવ્યું કે, વલસાડ વાસીઓના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને તેઓ અગ્રીમતાના ધોરણે ધ્યાન પર લઈ સમાધાન કરવા માટે કામગીરી કરશે.

વલસાડ નગર પાલિકાના નવા પાલિકા પ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો

તો સાથે સાથે ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારમાં ધોવાઈ ગયેલા રોડ અને ડ્રેનેજની સમસ્યા અંગે પણ પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરશે. જેથી વલસાડ વાસીઓને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી રહે છે.

વલસાડ નગર પાલિકાના નવા પાલિકા પ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો
મહત્વનું છે કે, આજે બપોરે કિન્નરીબેન પટેલ દ્વારા પાલિકા પ્રમુખની કેબિનમાં વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો અને આ પ્રસંગે પાલિકાના સ્ટાફ અને પાલિકાના સભ્યોએ તેમનું અભિવાદન કર્યું હતું.
વલસાડ નગર પાલિકાના નવા પ્રમુખે વિધિવત ચાર્જ સંભાળ્યો

ABOUT THE AUTHOR

...view details