વલસાડઃ જિલ્લામાં વધુ એક લૂંટ અને હત્યાની ઘટના સામે આવી છે. વલસાડના સેગવી ગામે માતા-પુત્રી પર જીવલેણ હુમલો થયો હતો. પાડોસમાં જ રહેતા યુવક કલ્પેશ ઉર્ફે લાલુ મિસ્ત્રી દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. વૃદ્ધ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વલસાડ: પાડોશીએ માતા-પુત્રી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી - લૂંટ અને મર્ડર
વલસાડના સેગવી ગામે બે વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી પાડોશીએ જ લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા આરોપી અને તેના સાગરીતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પાડોશીને દેવું વધી જતાં ઘટનાને અંજામ આપ્યો હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
આરોપી યુવક બેરોજગાર હોવાથી અને દેવું વધી જતા લૂંટનું ષડયંત્ર બનાવીને બીલીમોરા ભાગી ગયો હતો. ઘટનાને પગલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીને તેની માસીના ઘરે બીલીમોરાથી ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેની પાસેથી દાગીના સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપી લાલુ મિસ્ત્રી બેરોજગાર હતો તેમજ દેવું અને ઉધરાણી વધી જતાં તેને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ તેની માસીના ઘરે બીલીમોરા ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.