- વહેલી પરોઢિયે જંગલ વિભાગની ટીમે ફિલ્મીઢબે વાનનો પીછો કર્યો
- લાકડાચોરોએ વાનની બારીઓમાં પડદા લગાવી ઢાંક્યાં હતાં લાકડા
- પીછો પકડતાં લાકડાચોરો વાહન મૂકી નાસી ગયાં
- 0.681 ઘનમીટર જેટલો ગેરકાયદે જથ્થો મળી આવ્યો
નાનાપોંઢા જંગલ વિભાગ ફિલ્મીઢબે કર્યો કારનો પીછો કરી ખેરનો જથ્થો ઝડપી પાડ્યો
કપરાડા અને ધરમપુરના જંગલમાં છેલ્લા કેટલાક સમયથી ખેરના લાકડાની ચોરી સામાન્ય બની છે. ત્યારે તેના પર રોક લગાવવા માટે જંગલ વિભાગ દ્વારા કમર કસવામાં આવી રહી છે. આજે વહેલી પરોઢિયે ચાર વાગ્યે એક મારુતિ વાન ઉપર શંકાને આધારે પીછો કરતાં અંધારામાં લાભ લઇ નાસી છૂટ્યો હતો. જ્યારે વાનમાંથી 0.681 ઘનમીટર જેટલો ગેરકાયદે લઇ જવાતો ખેરનો જથ્થો જંગલ વિભાગની ટીમે ઝડપી પાડયો છે. જેની કિંમત અંદાજિત 12,939 રૂપિયા થાય છે.
વલસાડઃ ધરમપુર રેન્જના આર.એફ.ઓ અભિજીતસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા વહેલી પરોઢિયે પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલી એક મારુતિ વાન ઉપર શંકા જતા તેમણે પીછો કર્યો હતો. જોકે આ મારુતિ વાનચાલકે વાન ઉભી રાખવાની જગ્યાએ પુરપાટ ઝડપે હંકારી હતી. જેને લઇને તેમની શંકા વધુ પ્રબળ બની હતી. જોકે વાહનચાલકે યુવાનને કપરાડાના પાનસ ગામના વાંગણ ફળીયા બાજુ વળાંક લઇ ઝાડીમાં ઉતારી દીધી હતી અને વાહન છોડી ફરાર થઇ ગયો હતો. જેમાંથી 0.6 81 ઘનમીટર ખેરના છોલેલો જથ્થો જંગલ વિભાગની ટીમને મળ્યો હતો, જેની અંદાજિત કિંમત 12939 રૂપિયા થાય છે.
- અંધારાનો લાભ લઇને ખેરના લાકડાની તસ્કરી કરનાર મારૂતિ વેન ઝાડીમાં મૂકી ફરાર થઈ ગયો
નાનાપોડા જંગલ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મારૂતિ વેનનો પીછો કરતા મારુતિવાનના ચાલકે પકડાઈ જવાની બીકે ફાનસ ગામ નજીક રોડની બાજુમાં આવેલી જંગલ ઝાડીમાં મારુતિ વાન ઉતારી દીધી હતી અને એ તકનો લાભ લઈને અંધકારમાં નાસી છૂટયો હતો. જોકે તેમ છતાં પણ જંગલમાં ઉતારી દીધેલી મારુતિ વાનને જંગલ વિભાગની ટીમે શોધી કાઢી તેની અંદર તપાસ કરતાં શહેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
- વાન સહિત 62,939 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
ફરાર થઇ ગયેલા ચાલક ની શોધખોળ કર્યા બાદ તે મળ્યો ન હતો. પરંતુ વાહનમાં તપાસ કરતા વાનની અંદરથી ખેરનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત 12939 રૂપિયા થાય છે જ્યારે મારુતિ વાનની કિંમત 50 હજાર મળી કુલ રૂપિયા 62,939 રૂપિયાનો મુદ્દામાલ નાનાપોંઢા જંગલ વિભાગની ટીમે કબજે કર્યો છે.
ખેર ચોરીને નાથવા માટે જંગલ વિભાગની ટીમે કમર કસી હતી અને હાલમાં સતત કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન છેલ્લાં કેટલાક સમયથી અનેક ફેરફારો વાહનો સાથે પકડાઈ રહ્યાં છે. ત્યારે આજે વધુ એક વાહન શહેરમાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.