વાપી: મોટા ઔદ્યોગિક એકમોથી માંડીને રહેણાંક વિસ્તારમાં છાશવારે આગના બનાવો બનતા હોય છે. જે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. હાલમાં પણ ચોમાસાની સીઝનમાં શોક સર્કિટના કારણે અનેક સ્થળોએ આગની ઘટના બનતી રોકવા અને જાનમાલની સુરક્ષા કરવા ખાસ ફાયર સેફટી માસનો કાર્યક્રમ રાજ્યના દરેક જિલ્લામાં ઉજવવામાં આવ્યો છે. ત્યારે, મોટાભાગે આગની ઘટનામાં ઇલેક્ટ્રિસિટી અને સ્ટેટિક કરંટ મોટો ભાગ ભજવે છે. માટે કોઈપણ પ્રકારની આગને સામાન્ય ન સમજો તેને ઉગતી જ ડામો તેવો સંદેશ વલસાડ જિલ્લાના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક ડી. કે. વસાવાએ ETV ના માધ્યમ દ્વારા આપ્યો હતો.
કારખાનાઓમાં લાગતી આગમાં ઇલેક્ટ્રિસિટી અને સ્ટેટિક કરંટની મુખ્ય ભૂમિકા - Fire Safety Mass in Industries
વાપીમાં હાલમાંજ 17મી ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ઉદ્યોગોમાં ફાયર સેફ્ટી માસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક મોટા ઉદ્યોગોમાં મોકડ્રિલના આયોજનો થયા, ત્યારે, આગની બનતી ઘટનાઓ અંગે વલસાડ જિલ્લાના ફેકટરી ફાયર સેફટી નાયબ નિયામક ડી. કે. વસાવાએ આ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
![કારખાનાઓમાં લાગતી આગમાં ઇલેક્ટ્રિસિટી અને સ્ટેટિક કરંટની મુખ્ય ભૂમિકા etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8891491-746-8891491-1600756866935.jpg)
કારખાનાઓમાં લાગતી આગમાં ઇલેક્ટ્રિસિટી અને સ્ટેટિક ચાર્જની મુખ્ય ભૂમિકા
કારખાનામાં અને ઘરમાં કે દુકાન ઓફિસમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે સ્ટેટિક કરંટથી આગનું છમકલું થાય છે. ખાસ કરીને SOPનું ડેવીએશન ન થાય તો આગના બનાવ બને છે. એટલે દરેક જો આ સામાન્ય સાવધાની રાખે તો આગથી મોટી જાનહાનિ અને નુકસાની અટકાવી શકાય છે.
કારખાનાઓમાં લાગતી આગમાં ઇલેક્ટ્રિસિટી અને સ્ટેટિક ચાર્જની મુખ્ય ભૂમિકા
Last Updated : Sep 22, 2020, 5:43 PM IST