- 12000 હિન્દી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં પુસ્તકો ઉપલબ્ધ છે
- સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીમાં વિશેષ વાંચન સાહિત્ય ઉપલબ્ધ છે
- હાલમાં જ અહીં વાંચન અર્થે આવતા ત્રણ વિદ્યાર્થીઓ GPSCની પરીક્ષામાં પ્રથમ ચરણમાં પાસ થયા હતા
- 835 વર્ષ જૂની લાઇબ્રેરીએ આજે પણ તેનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે
વલસાડ: રજવાડી નગરી ધરમપુરમાં રાજવી સમયમાં તારીખ એક દસ 1886ના રોજ સ્થાપિત કરવામાં આવેલી શ્રીમંત મહારાણા નારણ દેવજી લાઇબ્રેરી આજે 835 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમ છતાં હજુ પણ તે તમામ લોકોની વાંચન ભૂખ સંતોષવા માટે સદા તત્પર છે. આ લાઇબ્રેરીમાં અંદાજિત બાર હજારથી વધુ પુસ્તકો તેમજ ધરમપુરના ઇતિહાસ સાથે જોડાયેલા અનેક પુસ્તકો અહીં મોજુદ છે.
આ પણ વાંચો :અરવલ્લી જિલ્લાના છેવાડાના ગામડામાં લાઇબ્રેરી શરૂ કરાઇ
12,000 કરતાં વધુ પુસ્તકો લાઇબ્રેરીમાં ઉપલબ્ધ
લાઇબ્રેરીમાં પોતાની વાંચન ભૂખ સંતોષવા માટે આવતા વિદ્યાર્થીઓને દરેક પ્રકારનું સાહિત્ય મળી રહે એ માટે 835 વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી માધ્યમ તેમજ નાના બાળકો માટેની પણ વિશેષ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. જેમાં તમામ પ્રકારનું વાંચન સાહિત્ય અહીં વાંચન કરવા આવનારને સરળતાથી મળી રહે છે.
નવસારી અને ડાંગના વિદ્યાર્થીઓ પણ વાંચન માટે આવે છે
ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં 135 વર્ષથી સતત કાર્યરત રહેલી આ લાઇબ્રેરી હાલ નગરપાલિકા હસ્તક છે. પરંતુ અહીં આવનારા વિદ્યાર્થીઓ તેમજ વાંચનપ્રિય લોકો માત્ર ધરમપુર અને તેની આસપાસના ગામોમાંથી જ નહીં, પરંતુ નવસારી જિલ્લાનાં ખેરગામ તેમજ વાંસદા તાલુકાના સાથે આહવા ડાંગ વિસ્તારમાંથી પણ અહી લોકો વાંચન માટે આવે છે.