- ગાંધીજીથી પ્રભાવિત થયેલા ઇન્ટિરિયર ડિઝાઇનરે ઘરને બનાવ્યું મ્યુઝિયમ
- પોતાના બંગલાને ગાંધીજીની દુર્લભ ચીજવસ્તુઓ સાથે સાંકળી ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું
- વિશ્વના વિવિધ દેશો દ્વારા ગાંધીજી માટે બનાવવામાં આવેલી અનેક સ્ટેમ્પ ટિકિટ પણ અહીં જોવા મળે છે
વલસાડ : શહેરમાં ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે જાણીતા ધનસુખ મિસ્ત્રી છેલ્લા 29 વર્ષથી અનેક ડિઝાઈનો બનાવવાની સાથે સાથે તેમને ચીજો એકત્ર કરવાનો શોખ હતો. એમાં વળી એમને ગાંધીજી સાથેની કેટલીક ચીજો મળીને એમના વિશેના કેટલાક પુસ્તકોનું વાંચન કર્યા બાદ, એમને મહાત્મા ગાંધીના વિચારો અને મૂલ્યોનું ધેલું લાગ્યું હતું. જે બાદ એમને ગાંધીજી સાથે જોડાયેલી ચીજો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આજે એમની પાસે ગાંધીજીને લગતી અનેક ચીજો એકત્ર કરી છે. લાકડી, ચરખો, ટોપી, સિક્કા ઇન્ક પેન ઘડિયાળ, સહિત અનેક એવી દુર્લભ ચીજો એમના પાસે ઉપલબ્ધ છે. એટલું જ નહીં એમને પોતાના ઘરને જ ગાંધી મ્યુઝિયમમાં તબદીલ કરી દીધું છે.
વલસાડના રઘુ સરિતા બંગલો બન્યો ગાંધી મ્યુઝિયમ
ધનસુખ મિસ્ત્રીએ એકત્ર કરેલા ફોટો સહિત અનેક ચીજોનો ખજાનો એક જગ્યાએ રાખવો મુશ્કેલ હોવાથી એમને પોતાના બંગલાના એક આખા માળના ચાર રૂમને ગાંધી મ્યુઝિયમમાં તબદીલ કઈ દીધા છે. એમની પાસે અનેક દુર્લભ ચીજો છે.