ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં કોરોના કાળ દરમિયાન ઘરેલુ હિંસાની ઘટના વધી - ઈમરજન્સી સેન્ટર

વલસાડ જિલ્લામાં દિવસેને દિવસે ઘરેલુ હિંસાના બનાવ વધી રહ્યા છે. વલસાડ 181 અભ્‍યમને 2015થી 2020 દરમિયાન મળેલા કોલની વિગત જોઈએ તો ઘરેલુ હિંસાના- 331, પાડોશી સાથેના ઝઘડા - 557, ટેલિફોનિક/મોબાઈલ દ્વારા હેરાનગતિ- 320, વ્‍યસન આલ્‍કોહોલિક દ્વારા હેરાનગતિ- 814 અને બાળલગ્ન અટકાવવા બાબતના 14 કેસ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડમાં કોરોના કાળ દરમિયાન ઘરેલુ હિંસાની ઘટના વધી
વલસાડમાં કોરોના કાળ દરમિયાન ઘરેલુ હિંસાની ઘટના વધી

By

Published : Jan 2, 2021, 12:10 PM IST

  • વલસાડમાં વર્ષ 2020માં ઘરેલું હિંસામાં થયો વધારો
  • મહિલાઓ જાગૃત થતા 181ને કરે છે મદદ માટે ફોન
  • મહિલાઓ માટે 24 કલાક કાર્યરત 181 હેલ્પલાઈન બની આશીર્વાદસમાન

વાપી: મહિલાઓને ઘરેલુ હિંસા, બચાવ, સલાહ અને માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ, ગૃહ વિભાગ, રાજય મહિલા આયોગ દ્વારા સંચાલિત 181 મહિલા હેલ્‍પલાઈનને દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મહિલાઓ હવે જાગૃત થઈ છે અને તેઓ આ હેલ્પલાઈનની મદદ મેળવી પોતાની સમસ્યાનું નિવારણ મેળવી લે છે. આ હેલ્પલાઈન મહિલાઓને 24 કલાક સુરક્ષા આપે છે. વલસાડમાં અભયમની ટીમે 14 જેટલા બાળલગ્ન પણ અટકાવ્યા છે.

ભોગ બનનારી મહિલાઓ સાથે 181 અભયમની ટીમ ઘર જેવું વર્તન કરે છે

GVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્‍સી સેન્‍ટર દ્વારા 181 અભ્‍યમ્ હેલ્‍પલાઈનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મુશ્‍કેલીમાં મૂકાયેલી મહિલાઓને તાત્‍કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવ કરી રહી છે. મહિલાઓ પોતાની સાચી સહેલી તરીકે પોતાની આપવીતી જણાવી મદદ મેળવી રહી છે. અભ્‍યમ સેવા 24 કલાક અવિરત સેવા આપી રહી છે. અભયમની ટીમ ભોગ બનનારી મહિલાઓ સાથે ઘરના વ્યક્તિ જેવું વર્તન કરીને તેમની સમસ્યા સાંભળે છે અને તેનું નિવારણ લાવે છે.

કોરોના કાળમાં પણ ઘરેલુ હિંસાનું પ્રમાણ 42થી 44 ટકા રહ્યું

સામાન્‍ય સમયમાં ઘરેલુ હિંસાના કોલ 24થી 26 ટકા રહેતા હતા, જે કોવિડ-19ના સમયગાળા દરમિયાન 42થી 44 ટકા જેટલું પ્રમાણ રહેવા પામ્‍યું છે. લૉકડાઉનમાં પણ ફિલ્‍ડ સ્‍ટાફે 24 કલાક કોવીડ પ્રોટોકોલ સાથે મહિલાઓને સુરક્ષા પહોંચાડી છે. અભયમ્ ટીમ ખરેખર મહિલા સશકિતકરણનું એક શ્રેષ્‍ઠ ઉદાહરણ છે.

ABOUT THE AUTHOR

...view details