ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા તાલુકાના મોટાપોઢા ગ્રામ પંચાયત દ્વારા શનિવારે ભરાતી હાટ બજાર બંધ રહેશે

સમગ્ર વિશ્વની સ્વાસ્થ્ય સંસ્થા ડબલ્યુ એચ ઓ દ્વારા કોરોના વાયરસને લઈને તકેદારી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે દરેક રાજ્યો દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મોટાપોંઢા ગ્રામ પંચાયત દ્વારા દર શનિવારના રોજ યોજાતો હાટ બજાર રદ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે ગ્રામ પંચાયતમાં આવેલી અનેક દુકાનોને એકતા, જાગૃતા નોટિસ આપવામાં આવી છે. તેમજ માંસાહારનું વેચાણ કરતી દુકાનોને બંધ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

કપરાડા તાલુકાના મોટાપોઢા ગ્રામ પંચાયત દ્વારા શનિવારે ભરાતો હાટ બજાર રહેશે બંધ
કપરાડા તાલુકાના મોટાપોઢા ગ્રામ પંચાયત દ્વારા શનિવારે ભરાતો હાટ બજાર રહેશે બંધ

By

Published : Mar 19, 2020, 8:30 PM IST

Updated : Mar 19, 2020, 11:17 PM IST

વલસાડઃ જિલ્લામાં કોરોના વાઈરસને લઈને તાલુકા વિકાસ અધિકારીએ વલસાડ જિલ્લાની તમામ ગ્રામપંચાયતોને લેખિતમાં જાણકારી આપી વિવિધ ગ્રામસભાઓ, મેળાઓ તમામને તકેદારીના ભાગરૂપે બંધ રાખવા સૂચન કર્યું છે. જેને અનુલક્ષીને કપરાડા તાલુકાના મોટાપોંઢા ગ્રામ પંચાયત દ્વારા દર શનિવારના રોજ ભરાતો હાટ બજાર રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કપરાડા તાલુકાના મોટાપોઢા ગ્રામ પંચાયત દ્વારા શનિવારે ભરાતી હાટ બજાર બંધ રહેશે

જેથી કરીને હાટ બજારમાં એકત્ર થતા લોકો એકત્ર ન થય અને કોરોના જેવી બીમારીનું ઉદગમસ્થાન અહીં ન બને સાથે-સાથે મોટાપોંઢા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્તારમાં આવેલી અનેક નાના દુકાનદારોને એક નોટિસ આપી કોરોના વાયરસ અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી માસાહારનું વેચાણ કરતી દુકાનોનાને બંધ રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, ગ્રામીણ કક્ષાએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તામાં મળી રહે એવા હેતુથી અઠવાડીયાનો એક દિવસ હાટ બજાર નક્કી કરેલા ઠેકાણે યોજાતો હોય છે. કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામે દર શનિવારના રોજ હાટ બજારનું આયોજન કરવામાં આવે છે પરંતુ તાલુકા વિકાસ અધિકારીના પરિપત્ર બાદ ગ્રામ પંચાયત દ્વારા હાટ બજારને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ સમગ્ર બાબતે વહીવટીતંત્રને કલેક્ટર ના નિર્દેશ અનુસાર જ્યાં સુધી કોઈ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આ હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


Last Updated : Mar 19, 2020, 11:17 PM IST

ABOUT THE AUTHOR

...view details