ગુજરાત

gujarat

By

Published : Jan 20, 2020, 2:04 PM IST

ETV Bharat / state

નાનાપોઢામાં 21માં મેગા પશુ સારવાર કેમ્પમાં પશુપાલકો ઉમટી પડ્યા

વલસાડ : કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે 21મો મેગા મફત પશુ સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં 3010 પશુઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે 135 પશુઓને સર્જરી કરવામાં આવી હતી.

nanapodha
નાનાપોઢા

કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં પ્રથમ રવિવારે 21મો મેગા મફત પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનાપોન્ડા મેદાન ઉપર યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં પશુપાલકો તેમના પશુઓની સારવાર અને નિદાન કરાવવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં 3410 તપાસ કરવામાં આવી હતી. જ્યારે 135 જેટલા પશુઓની સર્જરી કરવામાં આવી હતી. તેમજ પશુ દીઠ 6 કિલો મિનરલ મિક્સર તેમજ પ્રોટીન અને વિટામીનની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નાનાપોઢામાં 21માં મેગા પશુ સારવાર કેમ્પમાં પશુપાલકો ઉમટી પડ્યા

આ પશુ સારવારના મેગા કેમ્પમાં ગાય ,બકરી, ઘોડા વગેરે પશુઓની તપાસ કરાઇ હતી. તેમજ વિસ્ટન ઘાસચારો પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 225 વેટરનરી ડોક્ટરોની ટીમે ખડે પગે સેવા બજાવી હતી. આ કાર્યક્રમને વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે ખુલ્લો મુક્યો હતો.


સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વર્ગીય લલીતાબેન મણિલાલ દંડનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી જિલ્લા પંચાયતના મણિલાલ પટેલ વાપી પાલિકાના સભ્ય સીમા ગાલા, નિલેશ રાઈચુરા ,રાજેશ શાહ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાની ટીમો ઉપસ્થિત રહી હતી.

ABOUT THE AUTHOR

...view details