- વાપીની જનસેવા હોસ્પિટલમાં નર્સનું કોરોનાથી મોત
- હોસ્પિટલમાં નર્સ હેડ મેટર્ન તરીકે બજાવતા હતા સેવા
- નર્સના મોતથી હોસ્પિટલમાં શોકનું મોજું પ્રસર્યું
વાપી: વાપીમાં કોરોનાના કેસો ઘટયા હોવાના દાવાઓ તંત્ર કરી રહ્યુ છે. પરંતુ એન્ટીજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ વધુ આવી રહ્યાં છે. બીજી તરફ વાપીની જનસેવા હોસ્પિટલની હેડ નર્સનું કોરોનાના કારણે મોત થયુ છે. જેમણે અનેક કોરોનાના દર્દીઓની સારવાર કરી હતી. જેમના મોતને પગલે હોસ્પિટલના સ્ટાફમાં શોકની લાગણી પ્રસરી હતી.
વાપીમાં કોરોના મહામારીએ જનસેવા હોસ્પિટલની નર્સનો ભોગ લઈ લેતા હોસ્પિટલમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક મરિયમ હોસ્પિટલમાં હેડ મેટર્ન તરીકે સેવા આપતા હતા અને જનસેવા કોવિડ હોસ્પિટલ દરમિયાન અનેક દર્દીઓને સાજા કર્યા હતાં. થોડા દિવસો પહેલા તેઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોરોનાના કારણે તેમનું મોત થયું છે. જેને લઇને હોસ્પિટલ સાફમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.