વલસાડ જિલ્લામાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કુમાર કાનાણીએ શિક્ષકદિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. વલસાડ ખાતે મળેલા જિલ્લા આયોજનની બેઠક અંગે તેમને જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં વલસાડ જિલ્લામાં ઘણો વરસાદ પડ્યો છે. જેને લઈને કપરાડાના વિસ્તારમાં રોડ અને રસ્તાઓ ખરાબ થયા છે. જેથી તેને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી અને અત્યારથી જ આયોજન કરવા અંગે અધિકારીઓને સૂચન કરવામાં કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં વરસાદને પગલે વકરી રહેલા રોગચાળાને રોકવા સરકાર કટીબદ્ધ: આરોગ્ય પ્રધાન કાનાણી - કોંગો ફીવર
વલસાડઃ ગુજરાતના આરોગ્યપ્રધાન કાનાણી વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં શિક્ષક દિનની ઉજવણી કરી આયોજનની બેઠક કરવામાં આવી હતી. જ્યાં પ્રધાને કબુલ્યું હતું કે, વરસાદી માહોલમાં સીઝનલ બીમારી કોંગો ફીવર અને ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા છે અને તે બાબતે સરકાર ગંભીર છે. સાથે આ બીમારીને પોંહચી વળવા તમામ પ્રકારના પ્રિ-પ્લાનીંગ કરવામાં આવ્યાં છે.
valsad
તમામ અધિકારીઓ સુરત અમદાવાદ સહિત મ્યુન્સિપલ કોર્પોરેશનને તેમજ કમિશનરોને તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ડોકટરોને અછત મામલે તેમણે જણાવ્યું હતું કે,ડોકટરોએ ગ્રામ્ય વિસ્તારોમાં નથી જવું અને માત્ર પોતાના પ્રાઇવેટ ક્લિનીક ચલાવવા છે. પરંતુ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા ડોકટરો મળે એ માટેના પ્રયત્નો ચાલુ છે. 5700 જેટલી મેડિકલમાં સીટ વધારવામાં આવી છે. જેનું પરિણામ ટૂંક સમયમાં મળશે.