ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ પાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં શહેરીજનોએ ઉછાળ્યા શૌચાયલના ડબ્બા

વલસાડ નગરપાલિકામાં આવેલા રાજીવગાંધી સભા હોલ ખાતે આજે શુક્રવારે પાલિકાની સામાન્ય સભાનું આયોજન કરાયું હતુ. આ સામાન્ય સભા પાલિકા પ્રમુખ અને COની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં વિવિધ કૌભાંડ અને વોર્ડ નંબર 5ના અનેક સમસ્યાથી ત્રસ્ત શહેરીજનો ચાલુ સભામાં અંદર આવીને વચ્ચે બેસી જતા સભામાં આફરા તફરી અને ધક્કા મુક્કી થઇ હતી અને સભા ઉગ્ર બની હતી. જોકે આ સભામાં નવી સમિતિની રચના કરવામાં આવી હતી.

Valsad Municipality
Valsad Municipality

By

Published : Jan 29, 2021, 9:24 PM IST

  • વલસાડ પાલિકાની સામાન્ય સભા બની ઉગ્ર ચાલુ સભામાં શહેરીજનો ઘુસી આવ્યા
  • વલસાડ પાલિકાના સભ્યને APMC ચેરમેન ન બનાવતા જમીન ઉપર બેસી ગયા
  • પાલિકાની વિવિધ સમિતિની રચના કરવામાં આવી
    વલસાડ

વલસાડ: શહેરમાં પાલિકાની સામાન્ય સભામાં આજે શુક્રવારે વોર્ડ નંબર 5માં શાકભાજી માર્કેટ વખારિયા હોલ ખાતે છેલ્લા 5 માસ કરતા વધુ સમયથી ગટરનું ગંદુ પાણી વહે છે. જે અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ આધિકારીએ સમસ્યાનું સમાધાન નહિ કરતા આખરે આજ શુક્રવારે વલસાડ પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 5ની મહિલાઓ શૌચાલયના ડબ્બા અને ડોલ લઇને પહોંચી ગઈ હતી અને ચાલુ સભામાં ઘુસી જતા અફરા તફરી મચી ગઈ હતી. જોકે તેમને રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે સમયે સભ્યો વચ્ચે ધક્કા મુક્કી પણ થઇ હતી.

વલસાડ પાલિકા

પાલિકાની સામાન્ય સભામાં પહોંચી શૌચાલયની ડોલ અને ડબ્બા ઉછાળ્યા

વલસાડ પાલિકામાં આજ શુક્રવારે યોજાયેલી સામાન્ય સભામાં અનેક નવી સમિતિની રચના કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે APMCના ચેરમેન તરીકે પાલિકાના વોર્ડ નંબર 5ના સભ્ય પ્રવીણ કચ્છીને ન બનાવવામાં આવતા નારાજ થયેલા પ્રવીણભાઈ ચાલુ સભામાં નીચે બેસી ગયા અને સભાને માથે લીધી હતી.
આમ વલસાડ પાલિકાની સભામાં વોર્ડ નંબર 5માં શૌચાલયના પાણીનો મુદ્દો લઇ સભા ઉગ્ર બની હતી અને શહેરીજનોએ શૌચાલયના ડબ્બા ઉછાળ્યા હતા. સામાન્ય સભા દરમ્યાન પ્રમુખ કિન્નરી બેન પટેલ CO જગત વસાવા સહીત અનેક સભ્યો હાજર રહ્યા હતા.

વલસાડ પાલિકા

ABOUT THE AUTHOR

...view details