- વારણા ગામે જંગલમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીની રેડ
- ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારા એક JCB કબ્જે
- ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારા સામે કાયદેસરના કાર્યવાહી
વલસાડઃ કપરાડા તાલુકાના વારણા ગામે જંગલ વિભાગની ટીમ દ્વારા જંગલની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારા પર રેડ કરવામા આવતા જંગલ ખાતા દ્વારા એક JCB કબ્જે કરાયું હતુ. જેના પગલે ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા રેડ
નાનાપોઢા રેન્જ વિસ્તારમાં આવતા વારણા ગામે સવારે 10 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા જંગલ ખાતાની જમીનમાં માટી ખનનની કામગીરી ચાલતી હોવાની બાતમી ફોરેસ્ટ વિભાગના અધિકારી અભિજીતસિંહરાઠોડને મળી હતી. જેના પગલે અભિજીતસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા સ્થળ પર જઈને છાપો મારતા જંગલખાતાની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હતું.આ સમગ્ર બાબતે જાણકારી મળતાની સાથે જ તેમણે માટી ખનન કરી રહેલા JCB મશીન કબ્જે કરી આગળની કાર્યવાહી શરૂકરી હતી.
સ્થળ ઉપર થી 13,760 ની કિંમતની ખોદી કાઢેલી માટી પણ કબ્જે કરી
જેસીબી મશીન કબ્જે કર્યા બાદ સ્થળ પરથી જંગલની જમીનમાંથી ઉલેચી લેવામાં આવેલી 13,760 રૂપિયાની માટી તેમજ 25 લાખ રૂપિયાનું અંદાજિત JCB મશીન કબ્જે કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ઈંટ નો ભઠ્ઠો ચલાવતા ઇસમ નું જે સી બી હોવાનું બહાર આવ્યું