- વાપીના ડુંગરા UPHC ખાતે કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવશે
- ડુંગરા UPHC ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
- 100 જેટલા હેલ્થ વર્કરોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે
વાપી : વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા UPHC ખાતે શનિવારે પ્રથમ તબક્કામાં કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવશે. આ માટે ડુંગરા UPHC ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. અંદાજીત 100 જેટલા હેલ્થ વર્કરોને 5 વેક્સિનેટર ઓફિસર દ્વારા બેનીફિશરી યાદી તૈયાર કરી વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા અંગે વાપી તાલુકાના હેલ્થ ઓફિસર મૌનિક પટેલે વિગતો આપી હતી કે, જિલ્લામાં કોવિશીલ્ડ વેક્સિનનો જથ્થો આવી ચુક્યો છે. શનિવારે સાંસદ કે. સી. પટેલના હસ્તે વેક્સિનેશન પ્રક્રિયાનું ઉદ્ઘાટન કરી ડુંગરા UPHC ખાતે પ્રારંભ કરશે.
બેનીફિશરી યાદી તૈયાર
વેક્સિન આપવા સમયે સૌ પ્રથમ 5 વેક્સિનેટર ઓફિસર દ્વારા બેનીફિશરીઓની યાદી તૈયાર કરી તેમને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવશે. ત્યાર બાદ યાદી મુજબ દરેક આરોગ્ય કર્મીને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.