- સરકારી ઓફિસમાં લોકો પુસ્તકો વાંચી શકશે
- મિની લાયબ્રેરીનો રોટરી ક્લબનો ઉદેશ
- 150 મિની લાયબ્રેરી તૈયાર કરશે
વાપી: વાપીમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની ઓફિસ ખાતે રોટરી ક્લબ ઓફ વાપીએ મિની લાયબ્રેરીની ભેટ આપી હતી. જિલ્લામાં કુલ 150 જેટલી લાયબ્રેરી આપવાના આ અભિયાનમાં જીપીસીબી ખાતે રોટરી ડિસ્ટ્રીકટ ગવર્નર અને ગાંધીનગરથી આવેલા ચીફ એન્વાયર્મેન્ટ એન્જિનિયરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વાપીની GPCB ઓફિસમાં બની પહેલી મિની લાઈબ્રરી, રોટરી ક્લબ આવી 150 લાઈબ્રેરી બનાવશે અનેક સ્થળોએ લાઈબ્રેરી છે, પરંતુ દરેક વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી આ અંગે રોટરી કલબના ડિસ્ટ્રીક્ટ ગવર્નર પ્રશાંત જાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં અનેક સ્થળોએ લાયબ્રેરી હોય છે, પરંતુ ત્યાં સુધી નાગરિકો પહોંચી શકતા નથી. એટલે અમે શહેરની જે મહત્ત્વની સરકારી કચેરીઓ, હોટેલ હોય તેવા સ્થળોએ મિની લાયબ્રેરી ભેટ આપવાનો ઉદેશ સેવ્યો છે. આમાં જ્ઞાનમાં વધારો કરી શકે તેવા પુસ્તકો રાખવામાં આવ્યા છે.
વાપીની GPCB ઓફિસમાં બની પહેલી મિની લાઈબ્રરી, રોટરી ક્લબ આવી 150 લાઈબ્રેરી બનાવશે GPCBમાં આવનારા પ્રવાસીઓ સારા પુસ્તક વાંચી શકશે
જેવી રીતે જીપીસીબી પર્યાવરણનું પ્રદૂષણ દૂર કરે છે. તેવી જ રીતે રોટરી ક્લબ દિમાગનું પ્રદૂષણ દૂર કરે છે. વર્ષ 2025 સુધીમાં સાક્ષર ભારત બનાવવાનું અમારૂ અભિયાન છે. આ અંતર્ગત શહેરમાં શિક્ષા કાર રેલી યોજવામાં આવશે. મહત્ત્વની કચેરીઓમાં મિની લાયબ્રેરી ભેટ આપવામાં આવશે. જ્યાં બે ઘડી માટે વેઈટિંગ રૂમમાં બેસતા નાગરિકો પુસ્તકો વાંચી જ્ઞાન મેળવી શકે તેવું પ્રશાંત જાનીએ જણાવ્યું હતું.
વાપીની GPCB ઓફિસમાં બની પહેલી મિની લાઈબ્રરી, રોટરી ક્લબ આવી 150 લાઈબ્રેરી બનાવશે શિક્ષા-પર્યાવરણ જાગૃતિ જરૂરી મિની લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરનાર જીપીસીબીની વડી કચેરી ગાંધીનગરના એક્ઝિક્યૂટિવ ચીફ એન્વાયર્મેન્ટ એન્જિનિયર એન. એમ. દાભાણીએ જણાવ્યું હતું કે, આ સારી પહેલ છે. જીપીસીબી એક ટેક્નિકલ બોર્ડ છે. તેમાં ટેક્નિકલ કામગીરી થતી હોય છે અને જ્ઞાનને અવકારવામાં આવે છે.
વાપીની GPCB ઓફિસમાં બની પહેલી મિની લાઈબ્રરી, રોટરી ક્લબ આવી 150 લાઈબ્રેરી બનાવશે પર્યાવરણની અજ્ઞાનતાએ ઈસ્ટર ટાપુને નિર્જન બનાવ્યો વિશ્વમાં પર્યાવરણ જાગૃતિ જરૂરી છે. આવી મિની લાયબ્રેરીમાં પર્યાવરણને લગતા પુસ્તકો વધારે રાખવા જોઈએ તેવું જણાવી ચીફ એન્જિનિયર દાભાણીએ ઈસ્ટર ટાપુ પરના ઈસ્ટરના બાવલાનું ઉદાહરણ ટાંકી જણાવ્યું હતું કે, પર્યાવરણની અજ્ઞાનતાને કારણે તે ટાપુ નિર્જન બન્યો છે. આવી પરિસ્થિતિ આપણે ત્યાં નિર્માણ ન થાય તે માટે પર્યાવરણ જાગૃતિના પુસ્તકો આવી મિની લાયબ્રેરીમાં રાખી લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા જોઈએ.
સરકારી ઓફિસમાં લોકો પુસ્તકો વાંચી શકશે વાપી GPCB ઓફિસે પ્રથમ મીની લાયબ્રેરી મિની લાયબ્રેરી ઓપનિંગ કાર્યક્રમમાં જીપીસીબી વાપીના બી. આર. ગજ્જર, વીઆઈએના પ્રમુખ પ્રકાશ ભદ્રા, હેમાંગ નાયક સહિતના ઉદ્યોગપતિઓ અને રોટરી કલબ ઓફ વાપીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.