વલસાડ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી સાંઈપૂજા નામની ફૂટવેરને દુકાનમાં આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ અચાનક ધુમાડા સાથે આગ પકડી લીધી હતી. જેને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી અચાનક શોટ સર્કિટને કારણે લાગેલી આગે વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઇને લોકો આગને કાબૂમાં લેવા માટે દોડી આવ્યા હતા.
વલસાડમાં શાકમાર્કેટમાં આવેલી સાંઈપૂજા ફૂટવેર દુકાનમાં આગ - Gujarati News
વલસાડઃ શહેરમાં શાકમાર્કેટમાં આવેલા શોપીંગ સેન્ટરમાં આવેલી સાંઈપૂજા નામની ફૂટવેરની દુકાનમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગને પગલે દુકાનમાં રાખેલા માલસામાનને નુકસાન પહોંચ્યું હતું. જો કે ઘટનાની જાણ થતા તરત જ ફાયરની ટીમ સ્થળ પર આવી આગને કાબુમાં લીધી હતી જેના કારણે આગ વધુ પ્રસરતા અટકી હતી.
શાકમાર્કેટમાં આવેલી સાંઈપૂજા ફૂટવેર દુકાનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી હતી
સ્થાનિક લોકોએ પણ ઘટના ઉપર પહોંચીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો.આ ઘટનાની જાણ વલસાડ પાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની એક ટીમ સ્થળ ઉપર પહોંચીને આગને કાબુમાં લીધી હતી.આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની બની ના હતી. પરંતુ દુકાનની અંદર રાખેલ કેટલાક માલ મટીરીયલ્સને ભારે નુકસાન પહોંચ્યું હતું.