વલસાડમાં જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આજે રિહર્સલ કરાયું - સાંસ્કૃતિક કાર્યક્રમો
વલસાડમાં 26મી જાન્યુઆરીના રોજ 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરેક સ્થળે ઉત્સાહભેર કરવામાં આવે છે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી લઈને પારડીના કુમારશાળા મેદાન ખાતે આજે રિહર્સલનું આયોજન કરાયું હતું.
70માં પ્રજાસત્તાક
વલસાડઃ જિલ્લામાં 26મી જાન્યુઆરીના રોજ 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરેક સ્થળે ઉત્સાહભેર કરવામાં આવે છે. નરસી વલસાડની જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પારડીના કુમારશાળા મેદાન ખાતે કરવામાં આવનાર છે. જ્યાં ધ્વજ વંદન આદિજાતિ વિકાસના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર દ્રારા કરવામાં આવશે. જેની તૈયારીના ભાગ રૂપે આજે પાર્ટી કુમારશાળાના ગ્રાઉન્ડ ઉપર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એક રિહર્સલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.