- કપરાડા બેઠક પર પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
- કેવા હતા ભૂતકાળની ચૂંટણીના સમીકરણો
- ભાજપ-કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યો છે પ્રચાર
વલસાડ/કપરાડા: આગામી 3 નવેમ્બરે કપરાડામાં યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવાર જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અને વારલી સામાજના ઉપ્રમુખ બાબુ વરઠાને ટિકિટ આપી છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા પ્રકાશ પટેલ અને જયેન્દ્ર ગાવિત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 2020ની આ પેટા ચૂંટણીમાં કુલ 2 લાખ 45 હજાર 743 મતદારો છે. જેમાં 1 લાખ 24 હજાર 523 પુરૂષ મતદારો જ્યારે 1 લાખ 21 હજાર 216 મહિલા મતદારો સામેલ છે. 80 વર્ષથી વધુ ઉંમરના 4 હજાર 320 મતદારો અને 593 દિવિયાંગ મતદારોનો સમાવેશ થાય છે.
વર્ષ 2002માં કપરાડા વિધાનસભા બેઠકનિ સ્થિતિ
કપરાડા વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત 4 ટર્મથી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જીતુભાઈ ચૌધરી કપરાડા બેઠક પરથી જીતતા આવ્યા છે. ભૂતકાળની ચૂંટણી ઉપર નજર કરીએ તો, વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 1 લાખ 85 હજાર 22 મતદારો પૈકી 1 લાખ 21 હજાર 547 મતાદાતાઓએ મતદાન કર્યું હતું. તે સમયે 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં તે સમયના કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીને 57 હજાર 998 મત મળ્યા હતા. ભાજપના માધુભાઈ રાઉતને 32 હજાર 648 મત મળ્યા હતા. જ્યારે બસપાના ઉમેદવાર ભગુભાઈ પટેલને 4 હજાર 228 મત મળ્યા હતા.
2007 વિધાનસભા ચૂંટણીની સ્થિતિ
આ વખતે કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં જીતુભાઇ ચૌધરીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેને 63 હજાર 865 મત મળ્યા હતા અને વિજય થયા હતા. અન્ય ઉમેદવારોમાં બસપાના દિનેશ પટેલને 5 હજાર 671 મત મળ્યા હતા. ભાજપના બાબુભાઈ રાઉતને 46 હજાર 126 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર ઉત્તમભાઈ પટેલને 10 હજાર 422 મત મળ્યા હતા.