વલસાડ : જિલ્લામાં ખેરગામ રોડ ખાતે આવેલા પાલણ ગામે ડમ્પરે રાહદારીને હડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવ બન્યા બાદ ઘટના સ્થળ પરથી ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો.
વલસાડના પાલણ ગામ નજીક રાહદારીને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર, 1નું મોત - રાહદારીને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર
વલસાડ અને ખેરગામ રોડ ખાતે આવેલા પાલણ ગામે ડમ્પર ચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ પાલણ ફાટક પાસે રહેતા રાજેન્દ્ર છગનભાઈ સોલંકી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે રાજેન્દ્રભાઈને અડફેટ લેતા તેમને થયેલી ગંભીર ઈજાઓને પગલે રાજેન્દ્રભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બેફામ ગતિએ હંકારતો ડમ્પર ચાલક અકસ્માત કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ડમ્પર કોનું હતું અને અકસ્માત બાદ કેમ સ્થળ ઉપર ઉભો ન રહ્યો આ સમગ્ર બાબતે ભોગ બનેલા પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ વલસાડ રુરલ પોલીસને થતા વલસાડ રુલર પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બેફામ બનેલા ડમ્પર ચાલકો સામે પોલીસ ક્યારે પગલાં ભરશે તે જોવું રહ્યું.