‘વાયુ’ વાવાઝોડાને પગલે મોડી રાત્રે જિલ્લા SPએ કર્યું તિથલ દરિયાનું નિરીક્ષણ - VLD
વલસાડઃ વાયુ વાવાઝોડાને પગલે વલસાડમાં વહીવટી તંત્ર કાંઠા વિસ્તારના ગામોમાં ચાંપતી નજર રાખી સતર્ક છે, ત્યારે મોડી રાત્રે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ વલસાડ તિથલ બીચ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો મોડી રાત્રે વલસાડ જિલ્લા SPએ પણ તિથલ બીચની મુલાકાત લીધી હતી.

વાયુ વાવઝોડું ભલે ગુજરાતના વેરાવળ પોરબંદર તરફ ફંટાઈ ગયું હોય અને ભલે ગુજરાતના માથેથી મોટી ઘાત ટળી ગઇ હોય પરંતુ, આ વાવાઝોડાને લઈને દરિયામાં તેની અસર 24 કલાક સુધી જોવા મળશે એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેને લઇને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તો ગઈકાલે મોડી રાત્રે વલસાડના SP સુનીલ જોશી દ્વારા વલસાડ દરીયા કિનારે મુલાકાત લઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે તિથલના દરિયા કિનારે રાત્રિ દરમિયાન ફરજ બજાવતા હોમગાર્ડને પોલીસના સ્ટાફને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.