વલસાડ: વલસાડ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર આર.આર. રાવલના પિતાનું ગત રોજ દુઃખદ અવસાન થયું હતું. જોકે નિસર્ગ વાવાઝોડાના પગલે વ્યવસ્થામાં રહેલા જિલ્લા કલેક્ટરે પિતાના અંતિમ દર્શનને બદલે લોકોની સેવાને પ્રાધાન્ય આપી સાચા કર્મયોગીની ભૂમિકા નિભાવી હતી.
વલસાડ જિલ્લા કલેક્ટરના પિતાનું થયું અવસાન, વાવાઝોડાની તૈયારીને કારણે અંતિમ વિધિમાં પણ ન જોડાયા - વલસાડ
વલસાડ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર આર.આર. રાવલના પિતાનું ગત રોજ દુઃખદ અવસાન થયું હતું. જોકે નિસર્ગ વાવાઝોડાના પગલે વ્યવસ્થામાં રહેલા જિલ્લા કલેક્ટરે પિતાના અંતિમ દર્શનને બદલે લોકોની સેવાને પ્રાધાન્ય આપી સાચા કર્મયોગીની ભૂમિકા નિભાવી હતી.
જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર આર.આર. રાવલના પિતા રામશંકર અંબારામ રાવલનું (84 વર્ષ) અવસાન થયું હતું. ત્યારે નિસર્ગ વાવાઝોડાના પગલે વ્યવસ્થામાં રહેલા જિલ્લા કલેક્ટરે પિતાના અંતિમ દર્શનને બદલે લોકોની સેવાને પ્રાધાન્ય આપી સાચા કર્મયોગીની ભૂમિકા નિભાવી હતી.
તેઓ પરિસ્થિતિનો તાગ મેળવીને અધિકારીઓને માર્ગદર્શન આપતા રહ્યાં. તેમણે કામ પ્રત્યેની નિષ્ઠા અને લોકહિતની ભાવનાને પ્રાધાન્ય આપી એક નિષ્ઠાવાન અધિકારીની ફરજ બજાવી હતી. એક પુત્ર તરીકે પિતાના અંતિમ સંસ્કારમાં પણ ન જઇ પ્રજાસેવાના દર્શન કરાવ્યા છે. તેમના પિતા સ્વ. રામશંકર અંબારામ રાવલ શ્રી મીરાદાતાર સર્વોદય વિદ્યાલય ઉનાવાના નિવૃત્ત આચાર્ય હતા.