જિલ્લાના ધરમપુરમાં આવેલાં બામટી ગામના આદિવાસી પરિવારની બે દિકરીઓએ પિતાને અગ્નિદાહ આપ્યો છે. આ પરિવારમાં કોઇ દિકરો ન હોવાને કારણે દીકરીઓએ પિતાની અંતિમક્રિયા કરી હતી.
આદિવાસી સમાજની પુત્રીઓએ પિતાને આપ્યો અગ્નિદાહ
વલસાડઃ વલસાડ જિલ્લાના ગામમાં રહેતા આદિવાસી સમાજની બે દિકરીઓએ પિતાનો અંતિમ સંસ્કાર કર્યા હતા. પુરૂષપ્રધાન સમાજે પિતાનો અગ્નિદાહ આપવાનો અધિકાર દિકરાને જ આપવામાં આવ્યો છે. ત્યારે દિકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી સમાજને નવો સંદેશ આપ્યો છે.
બે દિકરીઓ અને પત્ની સાથે રહેતા દિપકભાઇ મોહનભાઇ પટેલ જમીનની લે-વેચનો ધંધો કરતા હતા.ખુશીથી જીવતા પરિવારમાં દુઃખનું મોજુ છવાઇ ગયું જ્યારે દીપકભાઇ કીડનીની બીમારી થઇ હતી. બે વર્ષ માંદગી પીડાયા બાદ દિપકભાઇ મોતને ભેટ્યા હતા. ત્યારે પિતાનો અંતિમ સંસ્કાર કોણ કરશે તેવો પ્રશ્નો ઉભો થયો હતો, ત્યારે પિતાની લાડકવાડીએ આગળ વધીને પિતાની અગ્નિ આપવા માટેનો નિર્ણય લીધો હતો.
સમાજના રીવાજોને પડકારીને આગળ વધીને દિકરીએ પિતાને ચિતાને અગ્નિ આપીને લોકોને નવી દિશામાં વિચારવાનો માર્ગ ચિંધ્યો છે કે, પિતાને અંતિમક્રિયા કરવાનો હક જેટલો દિકરાનો હોય છે,એટલો જ દીકરીનો પણ હોય છે. આમ, સમાજનો છેવાડાનો વર્ગ ગણાતા સમાજમાં આવી પહેલ ખરેખર પ્રશંનીય છે. જેથી સમાજના બીજા વર્ગના લોકોએ પણ શીખ લેવી જોઇએ અને દીકરીઓને તેમના અધિકાર આપવા જોઇએ.