ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: ખેડૂતોએ હાઇવેના સર્વેના વિરોધ કરતા હાલ સર્વે મોકૂફ રાખાયો - valsad samachar

વલસાડ: વડોદરા મુંબઇ એક્સપ્રેસ વે પસાર થતા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોની જમીન એક્સપ્રેસ વિના હિસ્સામાં ગઈ છે. અત્યાર સુધીમાં એક્સપ્રેસની સર્વેની કામગીરી નવસારી જિલ્લા સુધી પહોંચી છે. વલસાડ જિલ્લામાં 28 જેટલા ગામોમાં સરવે કામગીરીનો પ્રારંભ કરવાનો હતો. તેમાં પ્રથમ દિવસે વલસાડ તાલુકાના અટગામ ગામેથી આ સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

etv bharat
ખેડૂતોએ હાઇવેના સર્વેના વિરોધ કરતા હાલ સર્વે મોકૂફ રાખવામાં આવ્યો

By

Published : Jan 2, 2020, 11:05 PM IST

પરંતુ ભેગા થયેલા ખેડૂતોએ સર્વે માટે આવનાર અધિકારીઓને તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને ખેડૂત આગેવાનો અધિકારીઓ અને MP, MLA સાથે મળીને પ્રથમ એક બેઠકનું આયોજન કરવાની માગ કરી હતી. જે બાદ સર્વે કરવાનું જણાવતા આખરે પ્રાંત અધિકારીએ સર્વે મોકૂફ રાખ્યો હતો.

ખેડૂતોએ હાઇવેના સર્વેના વિરોધ કરતા હાલ સર્વે મોકૂફ રાખવામાં આવ્યો

વડોદરા મુંબઈ એક્ષપ્રેસ હાઇવે માટે વલસાડ જિલ્લાના અટગામ ગામેથી જમીન સરવેની કામગીરી શરૂ કરવાની હતી. જિલ્લામાં 28 જેટલા ગામોમાંથી પસાર થતો હાઈવે અનેક ગામોના ખેડૂતોની જમીન તેમાં જતી હોય છે. ત્યારે અટગામના 80થી વધુ ખેડૂતો તેમની જમીનના આ હાઇવેમાં જાય છે. એ તમામ ખેડૂતો વડગામના દત્ત મંદિર પાસે ભેગા થઈ આ સર્વે કામગીરી અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો જો કે, સર્વે કામગીરી માટે આવેલા પ્રાંત અધિકારી મામલતદાર ,TDO તેમજ DYSP સમક્ષ ચર્ચા અને પ્રશ્નોત્તરીનો દોર ચાલ્યો હતો.

ખેડૂતોએ હાઇવેના સર્વેના વિરોધ કરતા હાલ સર્વે મોકૂફ રાખવામાં આવ્યો

ખેડૂતોના આગેવાનો અધિકારીઓ MP અને MMS સાથે મળીને સર્વે પૂર્વે પહેલા એક બેઠક ખેડૂતોએ કરી હતી અને ખેડૂતોના હિતમાં આ સમગ્ર બાબતને ધ્યાને રાખી પ્રાંત અધિકારીએ આ સર્વે દિવસ પૂરતો મોકૂફ રાખ્યો હતો અને તેમણે જણાવ્યું કે, ખેડૂતોની એકમ કમિટી MP, MLA અને વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે એક બેઠક કરવામાં આવશે અને તે બાદ કેટલાક મુદ્દાઓ નક્કી કરાશે અને ત્યાર બાદ સર્વે શરૂ કરવામાં આવશે અને જે મુદ્દાઓ નક્કી થશે તે મુદ્દાઓ તમામ ખેડૂતોએ બાદમાં ગ્રાહ્ય રાખવા પડશે.

કામગીરી થવાની હોય અને ખેડૂતો પણ વિરોધ કરવાના હોય આ તમામ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયો હતો. પરંતુ આખરે ચર્ચા અને પ્રશ્નોત્તરીના ત્યારબાદ પ્રાંત અધિકારીએ હાલ આ સર્વે મોકૂફ રાખ્યો હતો. ખેડૂતોની માંગ હતી કે, તેઓને વળતર ઓછું આપવામાં આવી રહ્યું છે. તે વધારીને આપવામાં આવે છે. તેમજ જાણોની કિંમત પણ ઓછી આપવામાં આવી રહી છે. તેમાં પણ વધારો થાય સાથે સાથે બુલેટ ટ્રેનના સર્વેમાં જે રીતે ખેડૂતોને વળતર આપવામાં આવ્યું તે જ મુજબનું વળતર હાઇવે ઓથોરિટી દ્વારા પણ ખેડૂતોને આપવામાં આવે તેવી ખેડૂતોની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details