વાપીની કોલેજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં મેળવ્યો હસ્તકલા એવોર્ડ - સ્પર્ધા
વાપી: KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 47માં યુવા મહોત્સવમાં હસ્તકલાની ટ્રોફી મેળવી KBS કોલેજને ગૌરવ અપાવ્યું છે. 70 સ્પર્ધકો વચ્ચે કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલી કલાકૃતિ પ્રથમ નંબરે આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ કુલ ચાર સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની ઝલક જોવા મળી હતી.
કોલેજે યુનિવર્સિટી યુવા મહોત્સવમાં મેળવ્યો હસ્તકલા એવોર્ડ
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા 47માં યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. યુવા મહોત્સવમાં વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગરબા સ્પર્ધા, ફોક ડાન્સ, કવિતા લેખન અને હેન્ડીક્રાફટ સ્પર્ધામાં કોલેજનું નામ રોશન કર્યું છે. જેમાં દર વખતે વિજેતા કોલેજમાં સર્ક્યુલેટ થતી હસ્તકલા ટ્રોફીને મેળવી કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજને ગૌરવ અપાવ્યું છે.