વલસાડઃ શહેર એ માત્ર બે જ ચીજોથી સમગ્ર રાજ્યમાં જાણીતું છે. એક વલસાડી હાફૂસ અને બીજું એના તિથલ બીચને લીધે અરબી સમુદ્ર કિનારે આવેલ તિથલ ગામ દરિયા કિનારે આવેલું છે વલસાડ શહેર અને રેલવે સ્ટેશનથી માત્ર 4 કિમિના અંતરે આવેલ તિથલ બીચ સહેલાણીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દરિયા કિનારે બેસવા માટે વિશેષ વ્યવસ્થા પાળી ઓ વિકસાવવામાં આવી છે.
વલસાડ: પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે તિથલનો દરિયા કિનારો - વલસાડ તાજા સમાચાર
વલસાડ શહેરથી 4મી દૂર આવેલા તિથલ ગામે અરબી સમુદ્રનો દરિયા કિનારો આવેલો છે. જે પર્યટકોને આકર્ષે છે. જ્યાં વિવિધ રાઈડ્સ, ખાણી પીણીની લારીઓ અહીં જોવા મળે છેે. પ્રવાસીઓને જાણેકે આ દરિયા કિનારો બે હાથ લાંબા કરીને તેમને આવકાર આપે છે. હાલ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા તેને વિકસાવવા માટે અનેક પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે.
![વલસાડ: પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે તિથલનો દરિયા કિનારો વલસાડનો તિથલ દરિયા કિનારો દરેકને આકર્ષે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6333473-thumbnail-3x2-klhj.jpg)
સાથે જ વિવિધ ખાણી પીણીની લારી ઓને કારણે અહીં આવનાર લોકો દરિયાના મોજા સાથે રમી શકે છે. મહત્વનું છે કે, અહીં સ્વચ્છતા રાખવા માટે તિથલ ગ્રામ પંચાયત દ્વારા વિશેષ કાર્યક્રમ ઘડવમાં આવ્યો છે. જેથી બીચ સાફ અને સ્વચ્છ રહે છે. અહીંની સ્વચ્છતા લોકોને આકર્ષે છે. તિથલ બીચથી માત્ર દોઢ કિમીના અંતરમાં સ્વામિનારાયણ મંદિર અને સાઈ મંદિર પણ આવેલું છે.
લોકો અહીં મોટી સંખ્યામાં પરિવાર સાથે આવતા હોય છે. વેકેશન દરમિયાન અહીં પર્યટકોનો ભારે ધસારો જોવા મળે છે. અહીં પાર્કિંગની સુવિધા બીચ ઉપર કરવામાં આવી છે. દર વર્ષે અહીં બીચ ફેસ્ટિવલનું આયોજન પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકોને બીચ ઉપર આકર્ષી શકાય. વલસાડ જિલ્લામાં 35 કિમિનો દરિયા કિનારો આવેલો છે. સાંજના છેડે સાન સેટ નિહાળવા માટે દરિયા કિનારે અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.