- ભારત બંધની અસર વલસાડ જિલ્લામાં નહીંવત જોવા મળી
- સામાન્ય દિવસોની જેમ વલસાડ જિલ્લાના છ તાલુકામાં વિવિધ બજારો ખુલ્લા રહ્યા
- દુકાનદારોએ બજારમાં સામાન્ય દિવસોની જેમ દુકાનો ખુલ્લી રાખી
વલસાડઃકૃષિ કાયદાના વિરોધમાં જ એક તરફ ખેડૂતો હરિયાણા દિલ્હી પંજાબ સુધી હડતાલમાં જોડાયા છે, ત્યારે આજે વધુ ઉગ્ર આંદોલન કરતા 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ આ ભારત બંધનું એલાનના પગલે તેની કોઈ પણ પ્રકારની સીધી અસર વલસાડ જિલ્લામાં જોવા મળી ન હતી સામાન્ય દિવસોની જેમ વલસાડ શહેરમાં કે વલસાડ જિલ્લાના છ તાલુકામાં તમામ બજારો ખુલ્લા રહ્યા હતા.
બંધની નહિવત અસર
8 ડિસેમ્બર ના રોજ આજે ખેડૂતોએ ભારત બંધ'નું એલાન આપ્યું હતું. કૃતિ કાયદા વિરોધને લઈને વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોએ સરકાર સામે ઉગ્ર વિરોધ આંદોલન છેડવા માટે ભારત બંધનું એલાનની જાહેરાત કરી હતી. જેને પગલે અનેક લોકોએ તેને સમર્થન આપ્યું હતું. તો કેટલીક જગ્યાએ આ બંધની નહિવત અસર જોવા મળી હતી.આ ભારત બંધના એલાનને પગલે વલસાડ શહેરના તમામ બજારો સામાન્ય દિવસોની જેમ ખુલ્લા જોવા મળ્યા હતા અને વલસાડમાં ભારત બંધની અસર ખૂબ જ નહિવત પ્રમાણમાં જોવા મળી હતી.
સુથારપાડા ગામે બજાર સજ્જડ બંધ
મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું ગુજરાતનું ગામ એવું સુથારપાડામાં ભારત બંધના એલાનને પગલે બજારની દુકાનો સજ્જડ બંધ રહી હતી અને જ્યાં સામાન્ય દિવસોમાં લોકોની ટ્રાફિક રહે છે એવી જગ્યા પર રોડ સુમસામ જોવા મળી રહ્યા હતા.