ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા પ્રકાશ ધંધુકીયા હાલ રજા લઈને પોતાના વતન આવ્યા હતા. ત્યારબાદ નવસારીના વાંસદા ખાતે રહેતી તેની બહેન અને બનેવી સંજય વરિયાને ત્યાં આવ્યા હતા. તેઓ તેમના બનેવીની બાઈક લઈને કામ અર્થે ધરમપુર ખાતે આવ્યા હતા. પોતાનું કાર્ય પૂર્ણ કરી પરત વાંસદા તરફ જઈ રહ્યાં હતા.
ધરમપુરના ખાનપુર પાસે ગમખ્વાર અકસ્માત, આર્મી જવાનનું મોત - Armyman
વલસાડ: જિલ્લામાં આવેલા ધરમપુર રોડ પર ખાનપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઈકો અને બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ભાવનગરના આર્મીજવાનનું મોત હોસ્પિટલમાં મોત દરમિયાન નિપજ્યું હતું.
ધરમપુરના ખાનપુર પાસે ગમખ્વાર અકસ્માત, આર્મીજવાનનું મોત
તે સમય દરમિયાન વાંસદા નજીકમાં આવેલા ખાનપુર ચોકડી પાસે સામેથી આવતી એક ઇકો કારે ટક્કર મારતા બાઇક પર સવાર પ્રકાશ ધંધુકિયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે પ્રથમ ધરમપુર અને તે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ સમગ્ર ઘટના બાબતે મૃતકના બનેવી સંજય વરિયાએ વલસાડ સીટી પોલિસમાં ફરિયાદ નોંધી હતી. આ અંગ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.