ચુંટણી શાખા વલસાડ અને શિક્ષણ વિભાગ વલસાડ અને કપરાડા તાલુકા ખાતે ચૂંટણી અધિકારી કપરાડા ડી.આઇ પટેલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, અને શિક્ષણ અધિકારી પ્રકાશ પટેલ દ્વારા શિક્ષકોની બાઇક રેલીને પ્રારંભ કરાવ્યો હતો. આ બાઇક રેલીમાં પ્રાથમિક શિક્ષકો વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે મતદારોમાં જાગૃતિ લાવવાના સૂત્રો સહિત નીકળ્યા હતા.
કપરાડામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શિક્ષકોએ બાઇક રેલી યોજી - DESAITEJASHKUMAR
વલસાડ : કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં લોકોમાં મતદાનનું મહત્વ સમજાવવા અને મતાધિકાર શુ છે. તે બાબતે જાગૃતતા લાવવા માટે કપરાડા તાલુકા પંચાયતના મેદાનથી મતદાર જાગૃતતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ કપરાડા તાલુકાના ચૂંટણી આધિકારી ડી.આઈ. પટેલે કરાવ્યો હતો.

સ્પોર્ટ ફોટો
rally
આ બાઇક રેલી તાલુકા પંચાયતથી લઇ કપરાડા RTO તેમજ કપરાડાના વિવિધ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ફરી હોટલ અક્ષરથી લઈને RTO કચેરી સુધી ફરી હતી. રેલીનો મુખ્ય હેતુ આવનારી લોકસભા 2019ની ચૂંટણીમાં ગ્રામીણ કક્ષાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે નો હતો. જેમાં 200થી વધુ બાઈકો ઉપર શિક્ષકો બી.એલ.ઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.