- એકજ ઘરના 20 પતરા 300 ફૂટ દૂર સુધી વાવાઝોડામાં ફંગોળાયા
- 5 વર્ષના બાળકને આંખ નજીક થઈ સામાન્ય ઇજાઓ
- ઘટના બન્યાના 3 દિવસ બાદ તલાટી સર્વે માટે પહોંચ્યા
વલસાડ: તૌકતે વાવાઝોડાની અસર રાજ્યમાં ઘણી જગ્યાઓ પર જોવા મળી હતી. ત્યારે, વલસાડ જિલ્લામાંથી પસાર થયેલું વાવાઝોડા કપરાડા તાલુકાના આમધા ગામમાં સૌથી વધુ અસર જોવા મળી હતું. આ ગામમાં એક જ ફળિયામાં 15થી વધુ કાચા મકાનોના પતરાં ઉડી ગયા હતા. આ ઉપરાંત, કેટલીક જગ્યાએ પતરા ઊડી જવાને કારણે અનેક ઘરોમાં વરસાદી પાણી પડવાથી ફર્નિચર તેમજ માલસામાનને નુકસાન પહોચ્યું હતું. આમધા ગામે જરી ફળિયામાં આવેલા 15 જેટલા આદિવાસી પરિવારના ઘર ઉપરથી પતરા ઉડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના 2 દિવસ વિત્યા બાદ આજે પણ વહીવટીતંત્રના તલાટી સર્વે કરવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો:વલસાડ નજીક સંજાણમાં વાવાઝોડાને કારણે ભારે નુકશાન , જૂઓ વીડિયો...
ઘટનાના 2 દિવસ બાદ તલાટીમંત્રીએ સર્વે માટે સ્થળ નિરીક્ષણ કર્યું
વલસાડ જિલ્લામાં વાવાઝોડાની અસર અંગેની જાણકારી શનિવારના રોજ તમામ ગ્રામીણ કક્ષાના લોકો, તલાટી તેમજ સરપંચોને આપી દેવામાં આવી હતી. આથી, તમામ લોકોને તાકીદ કરવામાં આવ્યા હતા. ત્યારે, કપરાડા તાલુકાના આમધા ગામે ઝરી ફળિયામાં વાવાઝોડાને પગલે 15 ઘરોને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાની જાણકારી સરપંચ દ્વારા મૌખિક રીતે આપવામાં આવી હતી. પરંતુ, ઘટના બન્યાના આજે 2 દિવસ બાદ તલાટીમંત્રી સર્વે કામગીરી માટે સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો:વલસાડના નારગોલ દરિયા કિનારે ટકરાયું તૌકતે, કોઈ મોટું નુકસાન નહિ
એક જ ઘરના 20 જેટલા સિમેન્ટના પતરા 300 ફૂટ સુધી ફંગોળાયા
આમધા ગામે ઝરી ફળિયામાં રહેતા અનિલ બધુ ગામીતના નિવાસ્થાને સિમેન્ટના પતરા ઘર ઉપર મુકવામાં આવ્યા હતા. પરંતુ, વાવાઝોડાને પગલે તેમના ઘર ઉપર મુકેલા સિમેન્ટના પતરા હવામાં ફંગોળાયા હતા અને 300 ફૂટ દૂર જઈને પડ્યા હતા. આ ઘટનામાં ઘરમાં રમી રહેલા એક 5 વર્ષના બાળકને આંખના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. ભાગ્યે આ બાળકનો બચાવ થયો છે. જોકે, વહીવટી તંત્ર તેમના સુધી પહોંચે તે પહેલાં જ ગામના લોકોએ પોતાના ઘર ઉપર ફરીથી પતરા મુકવાની કામગીરી આરંભી દીધી છે.