- વેપારમાં મનદુ:ખ હોવાના કારણે વેપારીએ રચ્યો લૂંટનો સ્વાંગ
- ફરીયાદી જ લૂંટનો કરતા ધરતા
- પોલીસે ફરીયાદીની અટકાયત કરી
સુરત: વેપાર ધંધામાં પાટર્નર સાથે મન દુ:ખ થતા લૂંટનો સ્વાંગ રસી વેપારીએ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ઉડાંણ પૂર્વક તપાસ કરતા ફરીયાદી જ સમગ્ર બાબતનો કરતા ધરતા જાણવા મળ્યો હતો.
3 લાખ ઉપરની લૂંટ
મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની અને હાલ સુરતના વરાછા રોડ વિસ્તારમાં રહેતો ભેરારામ તગારામ માળીએ દોઢ-બે માસ પૂર્વે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેણે સુરતના અન્ય વેપારી પાસે કુલ 3,35,000/- ની રોકડ રકમ લઇ ઉચ્છલના ધજ ગામે વાડીના માલિકને ભાડું ચૂકવવા માટે બાઇક લઇ નીકળ્યો હતો તે વેળાએ અજાણ્યા લુટારુઓએ તેની આંખમાં મરચાની ભૂકી નાખી ખિસ્સામાં રહેલા બે મોબાઇલ કાઢી ચારે લૂંટારા બાઇક લઇ નાસી ગયા હતા. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જે કેસ તાપી એલસીબી પાસે આવતા ટીમને સમગ્ર ઘટના નાટ્યાત્મક હોવાનું અને ભેદ-ભરમ ઉભો થાય તેવું હોય આથી એલસીબીની ટીમે તર્ક બુદ્ધિ થી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી.