વલસાડપારડીના ઉદવાડા ફાટક(Pardi Udwada Gate) નજીક આજે વહેલી પરોઢિયે દમણતરફ જઈ રહેલા એક ટેન્કરમાં કોઈ અગમ્ય કારણ સર આગ પકડી લેતા દોડધામમચી ગઇ હતી. જોકે વાપી પારડીની ફાયરની ગાડીઓ સ્થળ ઉપર આવતા આગને કાબુમાં લેવામાં આવી હતી.
ઉદવાડા ફાટક નજીક જ્વલનશીલ કેમિકલ લઈ જતી ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી મચી મોટી હોનારત ટળીઉદવાડા ફાટક નજીકમાંથી પસાર થતી વેળાએ અચાનક ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા આફરતફરી મચી ગઇ હતી. જો ટેન્કરમાં આગ વધુ પ્રબળ બની હોત તો મોટી હોનારત સર્જાઈ હોત ઘટના અંગે ફાયરને જાણ કરવામાં આવતા આગને સમયસર કાબુમાં લેવામા આવી હતી.
વાહનો સ્થળ ઉપરવાપી નોટીફાઇડ અને પારડી પાલિકાના ફાયરના વાહનો(Municipal fire vehicles) આગની ખબર મળતા જ ઉદવાડા રેલવે ફાટક(Udwada Railway Gate) નજીક પહોંચ્યા હતા. ટેન્કરમાં ભભૂકી ઉઠેલી આગને પગલે ફાયર લશ્કરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ ફેલાય તે પહેલાં આગ ઉપર કાબુ લેવામાં આવ્યો હતો.
સાઈડમાં હટાવી લેવાઇવહેલી પરોઢિયે લાગેલી આગ બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ રેલવે ફાટક ઉદવાડા એટલે દિવસ દરમ્યાન ભારે વાહનોથી ધમધમતો વિસ્તાર હોય વચ્ચે પડેલ ટેન્કરને હટાવી લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગ વધુ ફેલાઈ તે પૂર્વે જ ફાયરની ટીમે પાણીનો મારો લાવી કાબુ મેળવી લેતા મોટી હોનારત ટળી હતી.અવારનવાર આગ લાગવાની ધટનાઓ બનતી હોય છે અને ધણી વાર તેનું કારણ પણ મળતું નથી.સદ્ નસિબે કોઇ જાનહાનિ થઇ નથી.