વલસાડઃ જિલ્લાના વાપી રેલવે સ્ટેશનમાં કુલીનું કામ કરતા હમાલીઓ, રેલવે સ્ટેશન પ્લેટફોર્મ, ટોયલેટ સાફ રાખતા સફાઈ કર્મચારીઓનું ગાંધી જયંતિના દિવસે સન્માન કરવામાં આવ્યું હતું. વાપીની સામાજિક સંસ્થા જમીયતે ઉલેમાએ હિંદ વાપીએ આ સરાહનીય કાર્ય કર્યું હતું. જેમાં 54 સફાઈ કર્મચારીઓને ટિફિન બોક્સ આપી સન્માનિત કર્યા હતા.
વાપીમાં ગાંધી જયંતિ નિમિત્તે સામાજિક સંસ્થા દ્વારા રેલવે સ્ટેશન પરના સફાઈ કર્મચારીઓનું કર્યું સન્માન - Social Organization Jamiat Ulema Hind
વલસાડ જિલ્લાના વાપીમાં સામાજિક સંસ્થા જમીયતે ઉલેમાએ હિન્દ વાપી અને રેલવે વિભાગ દ્વારા રેલવે સ્ટેશનને સ્વસ્થ રાખનારા સફાઈ કર્મચારીઓનું ગાંધી જયંતિના દિવસે સન્માન કરાયા હતા. તેમજ સફાઈ કર્મચારીઓને ટિફિન બોક્સ અર્પણ કરાયા હતા.
જમીયતે ઉલેમાએ હિન્દ વાપીના સભ્યો વર્ષોથી રેલવે સ્ટેશન પર કે અન્ય સ્થળોએ મૃત્યુ પામતાં અજાણ્યા લોકોના મૃતદેહને તેમના ધર્મ મુજબ અંતિમ સંસ્કાર કરે છે. લોકડાઉન દરમિયાન આ સંસ્થાએ રેલવે સ્ટેશન પર તમામ સફાઈ કર્મચારીઓ અને જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ આપવા ઉપરાંત દરરોજ ગરમ ભોજન પૂરું પાડ્યું હતું.
ગાંધી જયંતિના દિવસે પણ આ સફાઈ કર્મચારીઓને સન્માન કરી તેમને આદર આપવા જમીયતે ઉલેમાએ હિન્દ અને રેલવે વિભાગે સહરનીય કામગીરી કરી માનવતા મહેકાવી હતી. રેલવે સ્ટેશનના સફાઈ કર્મચારીઓને લોકડાઉનમાં ભોજન, રાશન અને હાલના સંજોગોમાં પણ કોઈ પરિવારના સભ્ય ભૂખ્યોના રહે તે માટે જમીયતે ઉલેમાએ હિન્દ નામની સંસ્થાએ આ પહેલ કરી હતી. તે બદલ રેલવે વિભાગે પણ અભિનંદન પાઠવ્યા હતા.