ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વામિનારાયણ ગુરુકુલની વિદ્યાર્થીનીએ M.Pharm માં મેળવ્યા 2 ગોલ્ડ મેડલ - Gold medal

વાપી નજીક સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીએ GTUમાં M.Pharmની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી એક સાથે 2 ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.

સ્વામિનારાયણ ગુરુકુલની વિદ્યાર્થીનીએ M.Pharm માં મેળવ્યા 2 ગોલ્ડ મેડલ
સ્વામિનારાયણ ગુરુકુલની વિદ્યાર્થીનીએ M.Pharm માં મેળવ્યા 2 ગોલ્ડ મેડલ

By

Published : Jan 19, 2021, 6:04 PM IST

  • સ્વામિનારાયણ ગુરુકુલની વિદ્યાર્થીનીએ M.Pharm માંમેળવ્યા 2 ગોલ્ડ મેડલ
  • સ્વામીનારાયણ ગરુકુલની ફાર્મસી કોલેજનું નામ રોશન કર્યું
  • GTU માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ

વાપીઃ નજીક સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીએ GTUમાં M.Pharmની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી એક સાથે 2 ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. દ્રષ્ટિ પટેલ નામની આ વિદ્યાર્થીનીને ગુજરાતના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં શિક્ષણ અને મહિલા બાળ વિકાસ પ્રધાન વિભાવરી બેન દવેના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં. સ્વામિનારાયણ ગુરુકુળમાંએ સાથે જ ગોલ્ડ મેડલની હેટ્રિક નોંધાતા ખુશીનો માહોલ છવાયો હતો.

સ્વામિનારાયણ ગુરુકુલની વિદ્યાર્થીનીએ M.Pharm માં મેળવ્યા 2 ગોલ્ડ મેડલ

M.Pharm પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીની

વાપીની શ્રી સ્વામિનારાયણ ગરુકુલ સંસ્થાની BNB ફાર્મસી કોલેજની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં M.Pharm પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવી 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે.

સ્વામિનારાયણ ગુરુકુલની વિદ્યાર્થીનીએ M.Pharm માં મેળવ્યા 2 ગોલ્ડ મેડલ

સંસ્થાને ગોલ્ડ મેડલ અપાવી હેટ્રિક નોંધાવી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલે સંસ્થાના શાસ્ત્રી સ્વામી કપિલ જીવણદાસજીના આશીર્વાદ તેમજ કોલેજના આચાર્ય અને સ્ટાફના માર્ગદર્શન સાથે સખત મહેનત કરી સંસ્થાને ગોલ્ડ મેડલ અપાવી હેટ્રિક નોંધાવી છે. BNB ફાર્મસી કોલેજની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલે હાલમાં જ M.Pharm માં પ્રથમ આવવા બદલ તેમજ ક્વોલિટી એશ્યોરન્સ શાખામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યું હતો, આમ કુલ 2 ગોલ્ડ મેડલ મેળવી સંસ્થાનું નામ રોશન કરતા કોલેજ કેમ્પસના હેડ, કોલેજના પ્રિન્સિપાલ, શિક્ષકોએ વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.

સ્વામિનારાયણ ગુરુકુલની વિદ્યાર્થીનીએ M.Pharm માં મેળવ્યા 2 ગોલ્ડ મેડલ

સંસ્થાના વિદ્યાર્થીઓ 3 ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં M.Pharm માં દ્રષ્ટિ પટેલે સમગ્ર ગુજરાતમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી બે ગોલ્ડ મેડલ મેળવતા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામીએ ખુશી વ્યક્ત કરી વિદ્યાર્થિનીને આશીર્વાદ આપ્યા હતાં. કપિલ સ્વામીએ જણાવ્યું હતું કે, GTU માં સંસ્થા વર્ષ 2008થી સતત ટોપટેનમાં આવતી રહી છે. જેમાં વિદ્યાર્થીઓએ 3 વર્ષમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.

અમદાવાદમાં યોજાયો પદવીદાન સમારંભ

M.Pharmની ક્વોલિટી એસ્યુરન્સ શાખાની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાયેલા 10માં વાર્ષિક પદવીદાન સમારંભમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગવર્નર આચાર્ય દેવવ્રત, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્ય પ્રધાન મહિલા અને બાળ વિકાસ વિભાવરીબેન દવે ના વરદ હસ્તે આ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ગોલ્ડ મેડલ મેળવી દ્રષ્ટિએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેણે સખત મહેનત અને વાલીઓ, શિક્ષકોના માર્ગદર્શનથી હિંમત હાર્યા વિના તમામ અડચણો પાર કરી આ મેડલ મેળવ્યો છે.

દ્રષ્ટિએ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી

બે ગોલ્ડ મેડલ મેળવી ઝળહળતી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરનારા દ્રષ્ટિ પટેલે M.Pharm માં પ્રથમ અવવા બદલ તેમજ બીજો ગોલ્ડ મેડલ એમ. ફાર્મ બ્રાન્ચના ક્વોલિટી એસ્યોરન્સ શાખામાં પણ પ્રથમ આવીને મેળવ્યો છે.

તમામ 4 સેમેસ્ટરમાં પ્રથમ રેન્ક મેળવે તેને જ ગોલ્ડ મેડલ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, GTU એક્ઝામમાં સ્વામિનારાયણ ગુરુકુલની ફાર્મસી કોલેજને એમ.ફાર્મમાં 9 અને ફાર્માસ્યુટિકલ ક્વોલિટી એસ્યોરન્સમાં પણ 9 સીટ મળી હતી. માસ્ટર ઓફ ફાર્મસી પરીક્ષામાં જે વિદ્યાર્થીની તમામ 4 સેમેસ્ટરમાં પ્રથમ રેન્ક મેળવે તેને જ ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. એટલે દ્રષ્ટિએ ફાર્મસીની તમામ શાખાઓ ફાર્માસ્યુટિક, ક્વોલિટી એસ્યોરન્સ, ફાર્માલોજી, ફાર્મસી પ્રેક્ટિસ, ક્લિનિકલ ફાર્મસીમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી આ ગોલ્ડ મેડલ મેળવી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાને ગોલ્ડ મેડલની હેટ્રિક ભેટ કરી છે.

ABOUT THE AUTHOR

...view details