ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: 5 સ્કૂલોમાં SVS કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણનું પ્રદર્શન યોજાયું - ધરમપુર નગરપાલિકા સ્કુલ

વલસાડઃ જિલ્લામાં શુક્રવારે એસ.વી.એસ કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન જિલ્લાની 5 જેટલી સ્કૂલોમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ સ્કૂલો મળી 335 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી

વલસાડમાં 5 સ્કૂલોમાં SVS કક્ષાનું આયોજન

By

Published : Sep 13, 2019, 10:46 PM IST

ડો. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે આ પ્રદર્શનમાં ડો. વિક્રમ સારાભાઈનો એક વિશેષ સ્ટોલ મુકવામાં આવ્યો હતો. SVS કક્ષાના પ્રદર્શનમાં ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામે આવેલી હાઈસ્કૂલમાં આ પ્રદર્શન યોજાયું હતું

જેમાં તાજેતરમાં જ સમગ્ર વિશ્વની નજર જેના ઉપર હતીએ ચન્દ્રયાન 2ની અનોખી કૃતિ ધરમપુર નગરપાલિકામાં આવેલી સ્કૂલ દ્વારા રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું હતું . આ કૃતિ બનાવવામાં કુલ 2000 જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં ચન્દ્રયાને લગતી સૂક્ષ્મ માહિતી કૃતિ સાથે રજૂ કરવામાં આવી હતી.

વલસાડમાં 5 સ્કૂલોમાં SVS કક્ષાનું આયોજન

જિલ્લાની 5 જેટલી સ્કૂલોમાં પારનેરા, વાઘછીપા, માંડવા, નાની વાહિયાળ અને ડુંગરા ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણને લાગતું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details