ગુજરાત

gujarat

ETV Bharat / state

Data leak: વાપીમાં વિદ્યાર્થીઓના ડેટા લીક થયા હોવાની શંકા, ફરિયાદ નોંધાઇ

વલસાડ જિલ્લાની વાપી સહિતની વિવિધ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓને હાલ અન્ય ખાનગી ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી તરફથી એડમિશન માટેની લોભામણી લાલચ આપતા ત્રાહિત વ્યક્તિઓના ફોન આવી રહ્યા છે. આ અંગે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના નામ, એડ્રેસ સાથેના ડેટા લીક (Data leak) થયા હોવાની શંકા ઉભી થતા વાપીની સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય દ્વારા વાપીના ડુંગરા પોલીસ મથકમાં તેમજ DEOમાં ફરિયાદ નોંધાવી આ અંગે તાપસ કરવા રજૂઆત કરવામાં આવી છે.

વાપીમાં વિદ્યાર્થીઓના ડેટા લીક થયા હોવાની શંકા, ફરિયાદ નોંધાઇ
વાપીમાં વિદ્યાર્થીઓના ડેટા લીક થયા હોવાની શંકા, ફરિયાદ નોંધાઇ

By

Published : Jul 3, 2021, 8:13 AM IST

  • વાલીઓને ખાનગી ઇન્સ્ટિટ્યૂટ તરફથી આવી રહ્યા છે ફોન
  • ખાનગી ડેટા લીક થયો હોવાની શંકાને આધારે પોલીસ ફરિયાદ
  • ડેટા લીક થવો ગંભીર બાબત છે, ઘણા વર્ષોથી આવું થાય છે

વાપી: વલસાડ જિલ્લાના વાપીમાં આવેલું સ્વામિનારાયણ ગરુકુલ સલવાવ દ્વારા વાપીના ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને ત્યાં અને જિલ્લાની અન્ય શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓના મોબાઈલ નંબર સહિતના ડેટા (Data leak) કોઈ ત્રાહિત વ્યક્તિઓ અથવા તો ખાનગી શૈક્ષણિક સંસ્થાઓએ તફડાવી લઈ વાલીઓને એડમિશન માટે ફોન કરી હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આ અંગે તપાસ કરી આવા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ-વાલીઓને આવે છે ફોન

ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા બાદ હાલમાં ચાલતી એડમિશન પ્રક્રિયા દરમિયાન વલસાડ જિલ્લાના વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેઓના નામ અને એડ્રેસ સાથેની વિગતો મેળવી કેટલાક વ્યક્તિઓ પોતાની ખાનગી શાળા, ઇન્સ્ટિટ્યૂટ, ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાનો લોભ અને લાલચ આપી રહ્યા છે. આ સમગ્ર ઘટના વાપીમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે બનતા તેમણે સ્કૂલ મેનેજમેન્ટને હકીકતથી વાકેફ કરતા સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાએ વાપીના ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:પેમેન્ટ એપ મોબિક્વિકના 9.9 કરોડ ભારતીયોના બેન્કિંગ ડેટા લીક થયાનો દાવો

વલસાડ જિલ્લાની શાળાઓની આગેવાની લઈ ફરિયાદ નોંધાવી

આ અંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને વલસાડ જિલ્લા સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળના પ્રમુખ કપિલ સ્વામીએ ETV bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ રીતે વાલીઓ, વિદ્યાર્થીઓનું નામ, શાળાનું નામ, અભ્યાસ, મોબાઈલ નંબર લીક થતા હોય તે સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બાબત છે. ત્રાહિત વ્યક્તિઓ વારંવાર ફોન કરી હેરાન પરેશાન કરે છે. જેથી અમે સમગ્ર વલસાડ જિલ્લાની શાળાઓની આગેવાની લઈ આ અંગે યોગ્ય તપાસ થાય તે માટે ડુંગરા પોલીસ મથકમાં અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરી છે.

આ પણ વાંચો:અમદાવાદ: GTU પરીક્ષા રદ્દ કરે તે માટે વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓના ડેટા લીક કર્યા

સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે કૌભાંડ

વલસાડ જિલ્લાના મોટા ભાગના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને અને વાલીઓને દેશની વિવિધ ખાનગી સ્કૂલોમાંથી, ઇન્સ્ટિટ્યૂટમાંથી તેમજ યુનિવર્સિટીમાંથી ફોન આવે છે. જે અંગે સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના કેમ્પસ ડાયરેકટર ડૉ. શૈલેષ લુહારે જણાવ્યું હતું કે, આ ડેટા ઘણા વર્ષોથી લીક થતો રહ્યો છે. ક્યાંથી થાય છે તે તપાસનો વિષય છે, પરંતુ તેને કેટલાક હાલના ઓનલાઈન શિક્ષણ સાથે અને શૈક્ષણિક સંસ્થા સાથે સરખાવે છે. જે પાયા વિહોણી વાત છે. કેમ કે ઓનલાઈન શિક્ષણ છેલ્લા દોઢ વર્ષથી જ શરૂ થયું છે. જ્યારે આ રીતે વિદ્યાર્થીઓના ડેટા મેળવી એડમિશન માટે ફોન કરવાના કિસ્સા ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. જે ગુજરાત નહીં સમગ્ર દેશમાં ચાલે છે જે અંગે યોગ્ય તપાસ થવી જોઈએ.

વાપીમાં વિદ્યાર્થીઓના ડેટા લીક થયા હોવાની શંકા, ફરિયાદ નોંધાઇ

બોર્ડમાં આપવામાં આવતી વિગતો થઈ રહી છે લીક

ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં માત્ર ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જે અંગે જાણકારોનું માનવું છે કે, બોર્ડની પરીક્ષા વખતે દરેક શાળાએ એક્સેલ ફોર્મમાં બોર્ડને આ વિગતો આપવી ફરજીયાત છે. ઉપરાંત અન્ય શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ જાતે ઓનલાઈન ફોર્મ સબમિટ કરે છે. એટલે એ સમય દરમિયાન તેમની વિગતો કોઈ અન્ય એજન્સીઓ તફડાવી લેતી હોય છે જે આ વિગતો ખાનગી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીને વેચી દેતી હોય છે. જેઓ આ ડેટા મેળવી લોભામણી સ્કીમો આપી એડમિશન મેળવતી હોય છે. જોકે, આ રીતે કોઈ પણ વ્યક્તિનો ખાનગી ડેટા તફડાવવો અને તે બાદ તેને પરેશાન કરવા એ ગંભીર બાબત છે. જે અંગે શિક્ષણ વિભાગે વહેલી તકે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી હિતાવહ છે.

ABOUT THE AUTHOR

...view details