વલસાડ: પારડીના ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં રહેનારા રાજેશ ભંડારી નામના યુવક પોતાના ઘરેથી વહેલી સવારે બાઇક લઇને નીકળી ગયા હતા અને પરત ઘરે ફર્યા નહોતા. જેથી તેમના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવીને રાજેશ ભંડારીનાી શોધખોળ શરૂ કરી હતી.
વલસાડની પાર નદીમાં યુવકે ઝંપલાવ્યાની આશંકા, પરિવારે નોંધાવી ગુમ થયાની ફરિયાદ - પારડીના તાજા સમાચાર
પારડીના ઉમરસાડી વિસ્તારના રાજેશ ભંડારી ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. તે વહેલી સવારે પોતાના નિવાસ સ્થાનેથી બાઈક લઇને નીકળ્યા હતા અને ત્યારબાદ ધરે પરત ફર્યા નહોતા. જેથી ઘરના સભ્યો દ્વારા એમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમની બાઇક પાર નદી નજીકથી મળી આવ્યુ હતુ.
પાર નદીમાં યુવકે ઝંપલાવ્યાની આશંકા, પરિવારે નોંધીવી ગુમ થયાની ફરિયાદ
પાર નદીના જૂના બ્રિજ ઉપર તેઓએ વિશ્રામ લીધો હતો, તેઓ મોર્નિંગ વોક માટે આવેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું. જેથી રાજેશ ભંડારીએ નદીમાં ઝંપલાવ્યાની આશંકા સાથે તરવૈયાઓ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજૂ પોલીસ દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Last Updated : Jan 24, 2020, 8:43 PM IST