ગુજરાત

gujarat

By

Published : Apr 20, 2020, 11:19 PM IST

ETV Bharat / state

સરીગામના જીવદયા પ્રેમીનો પશુ-પક્ષીઓ પ્રત્યેનો અનોખો સેવાયજ્ઞ

લોકડાઉનના સમયમાં અનેક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ કરાઇ રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં એક યુવાન ભૂખ્યા પશુ-પક્ષીઓને ખોરાક પૂરો પાડી અનોખો સેવાયજ્ઞ કરી રહ્યો છે.

સરીગામના જીવદયા પ્રેમીનો પશુ-પક્ષીઓ પ્રત્યેનો અનોખો સેવાયજ્ઞ
સરીગામના જીવદયા પ્રેમીનો પશુ-પક્ષીઓ પ્રત્યેનો અનોખો સેવાયજ્ઞ

વલસાડઃ જિલ્લામાં અનેક સંસ્થાઓ દ્વારા ગરીબોને અનાજ વિતરણ કરાઇ રહ્યું છે. ત્યારે સરીગામનો અંકિત શાહ નામનો યુવાન પશુ-પક્ષીઓ માટે તારણહાર બન્યો છે. આ યુવક દરરોજ લોકડાઉનના સમયમાં ભૂખ્યા ઝુઝતા પશુ-પક્ષીઓને ખોરાક પૂરો પાડી અનોખો સેવાયજ્ઞ કરી રહ્યો છે.

સરીગામના જીવદયા પ્રેમીનો અબોલ પશુ પક્ષીઓને દરરોજ ખોરાક પૂરો પાડવાનો અનોખો સેવાયજ્ઞ
સમગ્ર વિશ્વમાંની સાથે ઉમરગામ તાલુકામાં પણ કોરોના વાઇરસની મહામારીમાં લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થવાથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો અનાજ વગર વલખાના મારે તે માટે તાલુકામાં અનેક સંસ્થાઓ દ્વારા અનાજની કીટ વિતરણ અને ભૂખ્યાઓને તૈયાર ભોજનની વ્યવસ્થા કરી આપવાના અવિરત સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે.
સરીગામના જીવદયા પ્રેમીનો અબોલ પશુ પક્ષીઓને દરરોજ ખોરાક પૂરો પાડવાનો અનોખો સેવાયજ્ઞ
ત્યારે આ કપરા સમયમાં પરોપજીવી ભૂખ્યા પશુ-પક્ષીના બેલી કોણ નો સવાલ ઉભો થતા ઉમરગામ તાલુકાના હિંસા નિવારણ સંઘના પ્રમુખ અંકિત શાહ આગળ આવ્યો છે. એનિમલ વેલ્ફેર ઓફિસર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના હોદ્દેદાર અંકિત શાહ અબોલ પશુ-પક્ષીઓની ભૂખની ચિંતા સેવી દરરોજ રખડતા ઢોરોને શોધી 150 કિલો શાકભાજી અને ફળફળાદી ખવડાવી રહ્યો છે.

પક્ષીઓને ચણ આપી તેમની ભૂખ ભાંગી રહ્યો છે. તો, શેરીઓમાં કુતરાઓને બિસ્કીટ, રોટલી, ટોસ્ટ અને ગલુડિયાઓને દૂધ પૂરું પાડી અબોલ પશુ પક્ષીઓની જઠરાગ્નિ ઠારવવાનો સેવાયજ્ઞ કરી રહ્યો છે. તેમની આ માનવતા હાલ સરીગામ સહિત ઉમરગામ તાલુકામાં પ્રશંસાને પાત્ર બની પામી છે.

ABOUT THE AUTHOR

...view details