સલવાવના ટેમ્પો ચાલક કમલેશભાઈ પટેલ પોતાનો ટેમ્પો લઈ અમિગો ઇન્ડસ્ટ્રીમાંથી વેસ્ટેજ માલ ભરી સુરત તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી દારૂનો નશો કરીને કારમાં આવી રહેલ 2 ઈસમો વિમલ ભાઈ કિર્તિસિંગ બામ સારથી કોમ્પલેક્ષ સુરત, દાંડી રાજ રામ પ્રસાદ જોશી સારથી કોમ્પલેક્ષ કામરેજ સુરત, પારડી, વલસાડી ઝાંપા ઓવર બ્રિજને હાઈવે નં-8 પર વારંવારં હોર્ન વગાડીને ટેમ્પો ચાલકની ઓવરટેક મારી હાઇવે પર કાર ટેમ્પોની આગળ મૂકી ટેમ્પો ચાલક કમલેશને બહાર ખેંચી કાઢી ધિક્કા મુક્કીનો માર મારતાં હંગામો કર્યો હતો. જો કે, તે સમયે કોઈએ વલસાડ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ પોંહચી અને દારૂનો નશો કરીને હંગામો કરતા બંને કાર ચાલકને પાઠ ભણાવતા પોલીસે બંનેને જેલની હવા ખવડાવી છે. બંને વિરુધ પ્રોહિબિશન અને મારામારીનો ગુનો નોધી આગળની તપાસ શરૂ કરી છે.
વલસાડ: દારૂ પીને ટેમ્પા ચાલકને રોકી મારામારી કરનાર સુરતના બે ઈસમની ધરપકડ - Pardi police Valsad
વલસાડ: પારડીના વલસાડી ઝાંપા ઓવર બ્રિજ ઉપર વાપીથી દારૂનો નશો કરી સુરત જઈ રહેલા 2 ઈસમોએ એક ટેમ્પો ચાલકને ઓવર ટેક કરીને મારી હંગામો કરતા પારડી પોલીસે બંને કાર ચાલકની ધરપકડ કરી જેલની હવા ખવડાવી હતી.
![વલસાડ: દારૂ પીને ટેમ્પા ચાલકને રોકી મારામારી કરનાર સુરતના બે ઈસમની ધરપકડ valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5604221-thumbnail-3x2-valasd.jpg)
દારૂપીને ટેમ્પો ચાલકને રોકી મારામારી કરનાર સુરતના બે ઈશમ ને પડ્યું ભારે
દારૂપીને ટેમ્પો ચાલકને રોકી મારામારી કરનાર સુરતના બે ઈશમ ને પડ્યું ભારેદારૂપીને ટેમ્પો ચાલકને રોકી મારામારી કરનાર સુરતના બે ઈશમ ને પડ્યું ભારે
નોંધનીય છે કે, દમણથી દારૂના નશામાં પરત ફરતા અનેક વાહન ચાલકો દારૂ પીને મારમારી અને હંગામો મચાવતા હોવાના અગાઉ પણ કિસ્સા બન્યા છે. પણ આવા લોકોમાં એક દાખલો બેસે એવા હેતુથી પોલીસે બંને સામે કડક કાર્યવાહી કરતા જેલની હવા ખવડાવી હતી.