ગુજરાત

gujarat

વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અંગે માહિતી આપવામાં આવી

By

Published : Jul 17, 2019, 5:09 PM IST

વલસાડઃ ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અંગે બપોરે વિશેષ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી. આ ચંદ્રગ્રહણ ક્યા કારણોસર થાય છે તથા આ દર પૂનમે ચંદ્રગ્રહણ કેમ નથી થતું ? તેના અંગે પણ મહત્વની જાણકારી આપવામાં આવી હતી.

VLD

વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે મંગળવારે મોડી રાત્રે યોજાયેલા ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન મંગળવારે બપોરે યોજાયું હતું. જેની અંદર ચંદ્રગ્રહણ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેથી કરીને બાળકોને ચંદ્રગ્રહણ શું છે, ચંદ્રગ્રહણ ક્યારે થાય છે અને તેના થવાથી કેવી ઘટનાઓ બને છે. ખગોળીય ઘટનાનું વિશેષ મહત્વ કેમ છે, તેના અંગેની સમગ્ર જાણકારી આપવામાં આવી હતી.

વિજ્ઞાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અંગે માહિતી આપવામાં આવી

અત્રે નોંધનીય છે કે, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર પાસે એક ટેલિસ્કોપ પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા ગુરુના ચાર ચંદ્રો અને શનિના વલણ જોઈ શકાય છે. પરંતુ મંગળવારે મોડી રાત્રે ચંદ્રગ્રહણ હોવાથી તેનો ઉપયોગ થઇ શક્યો ન હતો. વાદળછાયું વાતાવરણ પણ તેની પાછળ કારણભૂત બની હતી. પરંતુ બાળકોને ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી બપોરે એક વિશેષ કાર્યક્રમમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને આપવામાં આવી હતી.

વિજ્ઞાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અંગે માહિતી આપવામાં આવી

ABOUT THE AUTHOR

...view details